Rajkot/ આજે બહુમાળી ભવન પાસે સભા યોજી ભાજપના 6 વોર્ડમાં ઉમેદવારો 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 20ના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આજે બપોરે 12 -39 ના વિજય મુહૂર્તમાં

Top Stories Gujarat
1

રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 20ના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આજે બપોરે 12 -39 ના વિજય મુહૂર્તમાં ભાજપના તમામ ઉમેદવારો સામૂહિક રીતે ફોર્મ ભરવા જશે.ફોર્મ ભરવા જતા પહેલા ભાજપના ઉમેદવારો તેના સમર્થકો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં બહુમાળી ભવન નજીકના ચોકમાં એકત્ર થશે અને ત્યાં સભાનું આયોજન કરવામાં આવેલ છે આ સભાને ભાજપના આગેવાનો સંબોધન કરીને વિજય માટે લલકાર કરશે.આ માટે બહુમાળી ભવન નજીક ચોકમાં મંડપ બાંધી દેવામાં આવ્યો છે આ માટે ગઇકાલથી આ રસ્તો બંધ કરી દેવાયો છે.ફોર્મ ભરતી વખતે મર્યિદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું હોવાથી સભા પૂરી થયા બાદ ઉમેદવાર અને તેના ટેકેદારો જે તે કચેરીએ ફોર્મ ભરવા જશે.

Cricket / ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ : આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર, આ હશે બંને ટીમોના સંભવિત 11

રાજકોટમાં વોર્ડ નંબર 1 થી 3 માટે જૂની કલેકટર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેકટર ની કચેરીમાં ફોર્મ સ્વીકારવામાં આવશે.

વોર્ડ નંબર 4 થી 6 ના ફોર્મ જામનગર રોડ પર આવેલ સર્વે ભવનમાં જમીન દફતરની કચેરીમાં સ્વીકારવામાં આવશે.

વોર્ડ નંબર 7 થી 9 ના ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા નવી કલેકટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં રાખવામાં આવી છે.

Maharashtra / મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ નાના પટોલે એ આ કારણથી આપ્યું રાજીનામું

જ્યારે વોર્ડ નંબર 10 થી 12ના ફોર્મ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની બહુમાળી ભવનના પહેલા માળે બેસતી કચેરીમાં સ્વીકારાશે.

જૂની કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી વોર્ડ નંબર 13 થી 15 ના ઉમેદવારોના ફોર્મ સ્વીકારશે.

જ્યારે વોર્ડ નંબર 16 થી 18ના ફોર્મ જૂની કલેકટર કચેરીમાં પૂર્વ ઝોન મામલતદાર કચેરીમાં સ્વીકારવામાં આવશે.

Himachal / હિમાચલમાં ભારે બરફવર્ષા, ચાર હાઈવે સહિત 267 રસ્તાઓ બંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…