Ahmedabad News/ અમદાવાદ IT રેડ: ₹50 કરોડની રોકડ અને દાગીના ઝડપાયા, ₹200 કરોડના બેનામી વ્યવહારોનો ખુલાસો

અમદાવાદમાં મયુર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં IT વિભાગના દરોડા.(IT Raid) ₹10 કરોડ રોકડ, ₹40 કરોડના દાગીના અને ₹200 કરોડના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત.

Top Stories Ahmedabad Gujarat
IT Raid Ahmedabad

IT Raid Ahmedabad:  અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. જાણીતા ઉદ્યોગપતિ મયુર પટેલ અને તેમના ભાગીદારોના સ્થાનો પર પડેલા દરોડામાં આઈટી વિભાગને મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન અંદાજે ₹50 કરોડની માતબર રકમ અને દાગીના મળી આવતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

₹10 કરોડ રોકડા અને ₹40 કરોડના દાગીના જપ્ત

આઈટી (IT Raid )વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, મયુર ડાઈ કેમ (Mayur Dye Chem) ના ડાયરેક્ટરો અને તેમના સાથીદારોને ત્યાં હાથ ધરવામાં આવેલી તપાસમાં અંદાજે ₹10 કરોડની રોકડ રકમ મળી આવી છે. આશરે ₹40 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ સિવાય, તપાસ દરમિયાન ₹200 કરોડના બેનામી વ્યવહારોના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે, જેની અત્યારે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

20 સ્થળોએ એકસાથે IT Raid

મયુર પટેલ, સુજલ પટેલ અને તેમના અન્ય ભાગીદારો સાથે સંકળાયેલા કુલ 20 જેટલા સ્થળો પર આઈટી વિભાગની ટીમોએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મયુર ડાઈ કેમના બે ડાયરેક્ટરોને ત્યાં પડેલા આ દરોડામાં મોટા પાયે કરચોરી થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

બેનામી દસ્તાવેજો ખોલશે નવા રહસ્યો

અધિકારીઓએ (IT Raid ) કબજે કરેલા દસ્તાવેજોમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. ₹200 કરોડના આ બેનામી વ્યવહારો કોની સાથે અને કઈ રીતે કરવામાં આવ્યા હતા, તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો:અમદાવાદની પ્રખ્યાત ‘કોમો બાય કાફા’ કેફેમાં ગાર્લિક બ્રેડમાંથી નીકળી મરેલી માખી, ગ્રાહકોમાં ભારે રોષ

આ પણ વાંચો:અમદાવાદ કસ્ટમ્સમાં IGST કૌભાંડ, ઈન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ, કરોડોનો બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આરોપ

આ પણ વાંચો: અમદાવાદમાં SMCની મોટી રેડ: વાસણામાંથી ₹12.80 લાખના ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાયા