Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની નવી આગાહી કરી છે. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આગામી તારીખ 2થી 4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડશે.
2 ઓગસ્ટે ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદ વરસશે. નવસારી, વલસાડ, તાપીમાં અતિભારે વરસાદ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની અસર ઓછી થતાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 26 |
ભાવનગર | મહુવા (ભાવનગર) | 26 |
વલસાડ | ઉમરગામ | 26 |
વલસાડ | કપરાડા | 21 |
અરવલ્લી | ધનસુરા | 20 |
ગીર સોમનાથ | સુત્રાપાડા | 19 |
વલસાડ | વાપી | 18 |
આણંદ | સોજીત્રા | 18 |
અરવલ્લી | મેઘરાજ | 17 |
કચ્છ | ગાંધીધામ | 16 |
તાપી | ડોલવણ | 15 |
પાટણ | સરસ્વતી | 14 |
ભાવનગર | તળાજા | 13 |
સાબરકાંઠા | તલોદ | 13 |
અરવલ્લી | બાયડ | 13 |
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગમાં 22 ઠેકાણે સીઆઈડી ક્રાઈમનો સપાટો, દેહવ્યાપાર, દારૂ અને ફોરેનર એક્ટના ગુના દાખલ