New Delhi News : દિલ્હીના જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં (Jama Masjid Police Station)સોમવારે બપોરે ચોંકાવનારી ઘટના બની હતી. પારિવારિક વિવાદની પૂછપરછ માટે બોલાવવામાં આવેલા નબીલ નામના શખસે અચાનક પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો (Delhi Police Attack)કરી દીધો હતો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બાદમાં આરોપીને પકડવા પહોંચેલી પોલીસ ટીમ પર પણ તેણે હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં અચાનક છરીથી હુમલો
મળતી માહિતી અનુસાર, સોમવારે બપોરે આશરે 2:30 વાગ્યે નબીલ નામના વ્યક્તિને પારિવારિક વિવાદ અંગે પૂછપરછ માટે જામા મસ્જિદ પોલીસ સ્ટેશન (Jama Masjid Police Station)બોલાવવામાં આવ્યો હતો. તેની માતા અને બહેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન, નબીલે અચાનક પોલીસ અધિકારીઓ પર છરી વડે હુમલો (Knife Attack)કર્યો હતો.
પાંચ પોલીસકર્મીઓને ચહેરા અને ગરદન પર ઈજા
આ હુમલામાં કુલ પાંચ પોલીસકર્મીઓ ઘાયલ (Five Policemen Injured)થયા હતા. તમામને ચહેરા અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી. ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક સંજીવન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાંથી ભાગી ટુ-વ્હીલર ચોર્યું
પોલીસ પર હુમલો કર્યા બાદ આરોપી નબીલ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભાગતી વખતે તેણે એક ટુ-વ્હીલર પણ ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓપરેશન યુનિટે તેને ચિતાલી કબ્બર વિસ્તારમાં શોધી કાઢ્યો હતો.
પકડવા જતાં ફરી હુમલો, પોલીસે કર્યો ગોળીબાર
આરોપીને પકડવા પહોંચેલી પોલીસ ટીમ પર નબીલે ફરી હુમલો (Delhi Police Attack)કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને પકડવા માટે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર (Police Firing)કર્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
