Gujarat Weather News: હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન થતાં વરસાદ સક્રિય થયો છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેશે. જેથી અન્ય જિલ્લાઓમાં વરસાદ સામાન્ય રહેશે.
સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી કરઈ છે. એટલું જ નહીં દરિયામાં તોફાન અને ભારે પવનની અસર રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પણ જોવા મળશે. ખાસ કરીને કાંઠા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. અંદાજે 45 થી 50 કિ.મી. ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં આજે યેલો અલર્ટ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નર્મદા, સાબરમતી, તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી
