Gujarat election 2022/ દિવાળી બાદ કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરશે! CWCની બેઠકમાં ઉમદેવારોના નામ પર લાગશે આખરી મહોર

ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈ કોગ્રેસે કવાયત પણ શરૂ કરી દીધી છે.

Top Stories Gujarat
  • કોંગ્રેસની પ્રથમ યાદી થશે દિવાળી બાદ જાહેર
  • 19, 20, 21 ઓક્ટો.ના રોજ સ્ક્રીનિગ કમીટીની બેઠક
  • દિલ્લીમાં CWCની બેઠકમાં નામોને લઈને થશે ચર્ચા
  • CWCમાં નામો માટે મારવાં આવશે આખરી મહોર
  • 3 કે 4 તબક્કામાં જાહેર થશે કોંગ્રેસ ઉમેદવારના નામો
  • મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ઉમેદવારની યાદી

ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈ કોગ્રેસે કવાયત પણ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં કોગ્રેસ મંથન કરશે. 19 થી 21 ઓક્ટોબર સુધી સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. બાદમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાશે.

આ બેઠકમાં ઉમેદવારોના નામની યાદીને આખરી ઓપ અપાશે. દિવાળી બાદ કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી જશે. કૉંગ્રેસ ગુજરાતમાં પાંચ યાત્રાઓ કાઢશે. અમદાવાદના સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે.