Patan News: પાટણ(Patan)માં નકલી ઘી બાદ નકલી તેલ(Adultered Oil)નું ગોડાઉન ઝડપાયું છે. પાટણ SOG અને GIDC વિભાગે સંયુક્ત રેડ પાડી નકલી તેલનો 10,500 લીટરનો શંકાસ્પદ જ્રથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેલના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે.

નકલી ઘી, નકલી ટોલનાકું, નકલી કચેરી, નકલી પોલીસ જેવું કેટલુંય નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી તેલ નીકળતા ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે. પાટણ જીલ્લાના સિદ્ધપુર GIDCમાં આવેલ 133 થી 135 નંબરના ગોડાઉનમાં મોટી રેડ પાડવામાં આવી હતી. એસઓજી વિભાગ અને ફૂડ વિભાગને નકલી તેલ બની રહ્યું હોવાની બાતમી મળતાં જીઆઈડીસીમાં દરોડા પાડ્યા હતા. ટીમને રેડ દરમિયાન શંકાસ્પદ તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું તેલ ભરત રમેશભાઈ મોદી વેચી રહ્યો હતો.

SOG અને ફૂડ વિભાગ(Food Department)ની રેડમાં તેલની 4 ટેન્ક મળી આવી હતી. અલગ-અલગ બ્રાન્ડનું 10,500 લીટર શંકાસ્પદ તેલ મળી આવ્યું હતું. ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલ બનાવવાની સાધન સામગ્રી ઝડપાઈ છે. કુલ રૂપિયા 20,31,650નો શંકાસ્પદ તેલનો જથ્થો એસઓજી અને ખાદ્ય વિભાગે સિઝ કર્યો છે. તેલમાં ભેળસેળ માટેનું રો-મટીરિયલ પણ વિપુલ માત્રામાં મળી આવતા ટીમ ચોંકી ઉઠી હતી. વિટામીન A અને વિટામિન Dનું કન્સ્ટ્રનટ્રેડ લિક્વિડ પણ મળી આવ્યું છે. બહારથી તેલના ટેન્કર મંગાવી અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગ કરાતું હતું. શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને FSL માટેની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:નકલી પોલીસ બની ગોંડલમાં તોડ કરવા ગયોને અસલી પોલીસની જાળમાં ફસાયો !
આ પણ વાંચો:અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટ મામલે એકની ધરપકડ
આ પણ વાંચો:ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી
