Not Set/ #કોરોનાવાયરસ/ ભારતીયોને દેશ પરત લાવવા 2 ચાર્ટડ પ્લેનની કરાઈ વ્યસ્થા: નીતિન પટેલ

ચીનમાં ફેલાયેલ ખતરનાક કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 213 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 9000 હજાર લોકોને ચેપ હોવાનો આંકડો સામે આવ્યો છે.  અને આ વાયરસ ધીમે ધીમે અન્ય દેશમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ ભારે ચિંતામાં મુકાઈ ગઈ છે. આવામાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં નાયાબ […]

Gujarat Others

ચીનમાં ફેલાયેલ ખતરનાક કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 213 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 9000 હજાર લોકોને ચેપ હોવાનો આંકડો સામે આવ્યો છે.  અને આ વાયરસ ધીમે ધીમે અન્ય દેશમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ ભારે ચિંતામાં મુકાઈ ગઈ છે.

આવામાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાન્વ્યું છે કે ચીનમાં ફસાયેલા ભારતીયોને પાછા વતન લાવવા માટે 2 ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં અવી છે. અને સાથે સાથે એમ પણ જણાવ્યુ હતું કે સરકાર ચીન સાથે સતત સંપર્કમાં છે.

ચીનના વુહાન શહેરમાં અંદાજે 700 લોકો હતા જ્યાંથી ભારતીયોની નીકાળવા માટે એરઈન્ડિયાની ફ્લાઈટ રવાના થઈ ચૂકી છે. આ વિમાન વુહાનથી ભારતીયોને એરલિફ્ટ કરશે અને આવતી કાલે સવારે પરત ભારત આવશે. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સની સાથે મેડિકલ ટીમ પણ હશે. જણાવીએ કે વુહાન ચીનમાં એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોરોના વાયરસનો ચેપ સૌથી વધુ ફેલાયેલો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કર્યું છે.

આજરોજ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચીનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એક મહત્વની સૂચના આપી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ભારતીયોને પાછા લાવવા માટે ખાસ બે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓને વહેલી તકે પાછા લાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.