Gujarat News/ ગુજરાતમાં બે ભયાનક અકસ્માત: બનાસકાંઠામાં બેના મોત, ભાવનગરમાં ડમ્પરની ટક્કરે મહિલાનો જીવ ગયો

Gujarat Road Accident: ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં બે ગંભીર માર્ગ અકસ્માત. બનાસકાંઠાના દાંતા પાસે કાર-બાઈક અકસ્માતમાં યુવક-યુવતીના મોત, જ્યારે ભાવનગરના વરતેજ નજીક ડમ્પરની ટક્કરે મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ.

Top Stories Gujarat
Gujarat Road Accident: બનાસકાંઠા-ભાવનગરમાં ત્રણના મોત

Gujarat News: ગુજરાતમાં વધુ બે ગંભીર માર્ગ અકસ્માતોની ઘટના (Gujarat Road Accident) સામે આવી છે. બનાસકાંઠાના દાંતા નજીક કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ભાવનગરના વરતેજ નજીક ડમ્પરની ટક્કર બાદ ગંભીર રીતે ઘવાયેલી મહિલાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. બંને બનાવોમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Gujarat Road Accident: દાંતા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

Gujarat Road Accident: બનાસકાંઠા-ભાવનગરમાં ત્રણના મોત

બનાસકાંઠાના દાંતા (Banaskantha Accident) તાલુકાના લોટોલ નજીક બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક સવાર યુવક અને યુવતી માણેકનાથ ગુફાની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો. ટક્કર એટલી ગંભીર હતી કે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. અકસ્માતમાં કાર અને બાઈક બંનેને ભારે નુકસાન થયું હતું. બનાવ બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને પોલીસે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરના વરતેજ નજીક ડમ્પરે સ્કૂટર સવાર પરિવારને અડફેટે લીધો

Gujarat Road Accident: બનાસકાંઠા-ભાવનગરમાં ત્રણના મોત

ભાવનગર જિલ્લાના વરતેજ નજીક ડમ્પર ચાલકે સ્કૂટર (Bhavnagar Accident) સવાર પરિવારને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસે બંને અકસ્માતોમાં તપાસ શરૂ કરી

વરતેજ પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા ડમ્પરને કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ બનાસકાંઠામાં પણ પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. બંને અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સલામતી અને સાવચેતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


આ પણ વાંચો: રાજકોટમાં બેફામ રિક્ષાનો આતંક, રિક્ષાની ટક્કરથી વૃદ્ધા હવામાં ફંગોળાયા, CCTVમાં કેદ

આ પણ વાંચો: ધોલેરામાં ભયાનક કાર અકસ્માત! કારમાં આગ લાગતા માતા-પુત્ર જીવતા સળગ્યા

આ પણ વાંચો: CCTVમાં કેદ થયો અમદાવાદનો ભયાનક અકસ્માત! રિવરફ્રન્ટ પર 17 વર્ષીય સગીરનું કરૂણ મોત, બહેનનું સારવાર દરમિયાન મોત