- સોશિયલ મિડીયાની સેવા 7 કલાક સુધી ખોરવાઇ
- વોટ્સઅપ,ફેસબુક,ઇન્સ્ટાગ્રામની સેવા રહી બંધ
- 7 કલાક સુધી ત્રણેય પ્લેટફોર્મ રહ્યા બંધ
- ગત રાતે 9.15 થી ત્રણેય પ્લેટફોર્મ ડાઉન હતા
- DNS રૂટિંગ સમસ્યાઓના કારણે સેવાઓ બંધ થઇ હતી
- ફેસબુકના શેરમાં 6 ટકા સુધીનો કડાકો
- 6 મહિના પહેલા 42 મિનિટ સુધી ઠપ હતા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામએ સોમવારે રાત્રે દુનિયાભરમાં કામ કરવાનું બંધ કરી દીધું હતુ. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ સમસ્યા સામે આવી હતી. હવે આ તમામ મેસેજિંગ એપ્સ ફરી કામ કરવા લાગી છે, પરંતુ તેના ડાઉન થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
આ પણ વાંચો – વાયરલ / વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બંધ થતાં ટ્વિટરનું ટ્વિટ વાયરલ
વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની સેવાઓ છ કલાક પછી ફરી શરૂ થઈ છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના ડાઉન થવાને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યુઝર્સને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ત્રણ સેવાઓનાં વડા માર્ક ઝુકરબર્ગે ટેકનિકલ ખામી અને યુઝર્સને થતી અસુવિધા માટે દિલગીરી વ્યક્ત કરી છે. આ સંદર્ભે ફેસબુકે ટ્વીટ કરીને કહ્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારી એપ અને પ્રોડક્ટ્સ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવા તરફ કામ કરી રહ્યા છીએ, અને કોઈપણ અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ.’
We’re aware that some people are having trouble accessing our apps and products. We’re working to get things back to normal as quickly as possible, and we apologize for any inconvenience.
— Meta (@Meta) October 4, 2021
વળી, વોટ્સએપે પણ એક નિવેદન જારી કર્યું અને ટ્વીટ કરીને કહ્યું, ‘અમે જાણીએ છીએ કે આ સમયે કેટલાક લોકોને વોટ્સએપ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે વસ્તુઓને સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે અહીં અપડેટ મોકલીશું. ધૈર્ય રાખવા બદલ આભાર!’
We’re aware that some people are experiencing issues with WhatsApp at the moment. We’re working to get things back to normal and will send an update here as soon as possible.
Thanks for your patience!
— WhatsApp (@WhatsApp) October 4, 2021
ત્રણેય પ્લેટફોર્મને ડાઉન કરવાની સમસ્યા એન્ડ્રોઇડ, આઈઓએસ અને કોમ્પ્યુટર પર દેખાઇ હતી, જેના કારણે યુઝર્સ ખૂબ પરેશાન થયા હતા. જ્યારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ન્યૂઝ ફીડ અપડેટ કરી શક્યા નથી, ત્યારે વોટ્સએપ યુઝર્સ મેસેજ મોકલી કે પ્રાપ્ત કરી શક્યા નથી. જો કે, ફેસબુકે આ સંદર્ભે એક નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. એપ્રિલમાં, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વિશ્વનાં વિવિધ ભાગોમાં લાખો યુઝર્સ માટે થોડા કલાકો માટે બંધ થઈ ગયુ હતુ. સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ માટે એક મહિના કરતા ઓછા સમયમાં આ બીજો આઉટેજ હતો.
આ પણ વાંચો – PANDORA PAPERS / પેન્ડોરા પેપર્સ: ઓફશોર ડેટાની અત્યાર સુધીની સૌથી મોટી લીક , સચિન તેંડુલકર, અનિલ અંબાણી સહિત ઘણા મોટા નામો
ડેસ્કટોપ પર સાઇટ્સ ખોલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કથિત રીતે એક બ્લેક વ્હાઇટ પેેજ દેખાઇ રહ્યુ છે જેના પર મેસેજ આવી રહ્યો છે “500 Server Error”. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એપ્લિકેશન્સનાં આઇઓએસ અને એન્ડ્રોઇડ વર્ઝન ખુલી રહ્યા છે પરંતુ યુઝર્સની કોઇ ફીડ લોડ થઈ રહી નથી અને નવી સામગ્રી પણ દેખાઇ રહી નથી. વોટ્સએપ મેસેજ તેમના પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચતા નથી, મેસેજ અનડિલિવર્ડ દેખાઈ રહ્યો છે.
