Patan News/ પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો,હજી પણ બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ ચાલુ

બપોરે 2 વાગે ઘમકી ભર્યો મેલ મળતા પાટણમાં ખળભળાટ

Top Stories Gujarat Breaking News

Patan News : પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને પગલે ચકચાર સાથે આંતક ફેલાયો છે. કલેક્ટર કચેરી પર બપોરે બે વાગ્યે ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. જેને પગલે પાટણમાં ખળભળાટ મચી ગયો છે.

બોમ્બની ધમકી મળતા જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરી પહોચી ગયા હતા. કલેક્ટરના મેઈલ આઈડી પર કેલક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળી હતી. ધમકી ભર્યા મેઇલમાં લખ્યું હતું કે, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં Id બ્લાસ્ટ થવાની શક્યતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ધમકીનો ઇમેલને પગલે જિલ્લા કલેકટરે તમામ કચેરીઓ ખાલી કરાવીને અધિકારી કર્મચારીઓને ઘરે મોકલવા હુકમ કર્યો હતો. મળતી માહિતી મુજબ, પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. પાટણમાં 200થી વધુ કર્મચારીઓને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. IED બ્લાસ્ટ થવાની ધમકીને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પાટણના કલેક્ટર અરવિંદ વિજયનના ઇમેઇલ ID પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ આવ્યો હતો. પાટણ જિલ્લા પોલીસ કમિશનરની ટીમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પાટણ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બબ્લાસ્ટની ધમકીવાળો ઇ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇ-મેલ પોણાબે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે.

ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે. જ્યારે હવે ડોગ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.

આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતાં મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇ-મેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે.

વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસે આવેલી GIPCL(ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.) કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે મેલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં હાથનું પ્રત્યારોપણ કરી 5ને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચો:પત્ની બ્રેઇનડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો, 4 જરુરિયાતમંદોને મળશે નવજીવન

આ પણ વાંચો:જરૂરિયાતમંદોને નવજીવન આપવા ગુજરાત અગ્રેસર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ