Dwarka News/ દ્વારકા-ખંભાળિયા હાઈવે પર NHAIની મોક ડ્રીલ, 1033 હેલ્પલાઇન અંગે વાહનચાલકોમાં જાગૃતિ

NHAI દ્વારા યોજાયેલી આ મોક ડ્રીલ (Mock Drill)નો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર સર્જાતી કટોકટીમાં (Emergency Assistance) ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો અને હાઈવે વપરાશકર્તાઓમાં જરૂરી જાગૃતિ ફેલાવવાનો હતો

Gujarat Others
દ્વારકા-ખંભાળિયા હાઈવે પર અકસ્માત (Highway Accident) કે વાહન ભંગાણ જેવી કટોકટીની સ્થિતિમાં વાહનચાલકોને ઝડપથી મદદ મળી રહે તે માટે NHAIની 1033 હેલ્પલાઇન અંગે મોક ડ્રીલ (Mock Drill)યોજાઈ હતી

Dwarka News : દ્વારકા-ખંભાળિયા હાઈવે પર અકસ્માત (Highway Accident) કે વાહન ભંગાણ જેવી કટોકટીની સ્થિતિમાં વાહનચાલકોને ઝડપથી મદદ મળી રહે તે માટે NHAIની 1033 હેલ્પલાઇન અંગે મોક ડ્રીલ (Mock Drill)યોજાઈ હતી. ડ્રીલમાં કટોકટી સમયે મદદ મેળવવાની સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું.

NHAI 1033 હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો?

મોક ડ્રીલ દરમિયાન હાઈવે પર અકસ્માત, (Highway Accident)વાહન ભંગાણ અથવા અન્ય કટોકટી સર્જાય ત્યારે 1033 નંબર પર ફોન કરીને મદદ મેળવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. કૉલ મળ્યા બાદ ઘટનાની જાણ સંબંધિત ટીમને કરવામાં આવે છે અને જરૂરીયાત પ્રમાણે તાત્કાલિક સેવાઓ મોકલવામાં આવે છે.

NHAI ટીમ અને GR ઇન્ફ્રા ટીમની હાજરીમાં યોજાયેલી આ કવાયતનો મુખ્ય હેતુ હાઈવે પર મુસાફરી કરતા લોકોમાં 1033 હેલ્પલાઇન અંગે જાગૃતિ વધારવાનો હતો.

RPV, એમ્બ્યુલન્સ અને ક્રેનની કામગીરીનું નિદર્શન

ડ્રીલ દરમિયાન હેલ્પલાઇન પર કટોકટીની માહિતી મળ્યા બાદ રોડ પેટ્રોલિંગ વાહન (Road Patrol Vehicle), એમ્બ્યુલન્સ અને ક્રેન જેવી સેવાઓ કેવી રીતે ઘટનાસ્થળે પહોંચે છે તેનું નિદર્શન કરાયું હતું.

અકસ્મતમાં ઇજાગ્રસ્તોને તબીબી સહાયની જરૂર હોય અથવા કોઈ વાહન રસ્તા પર ભંગાણને કારણે અટવાઈ જાય તેવી સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે પણ સમજાવવામાં આવ્યું.

હાઈવે પર કટોકટીમાં ગભરાશો નહીં

હાઈવે પર મુસાફરી દરમિયાન અચાનક વાહન ભંગાણ (Vehicle Breakdown) થાય અથવા અકસ્માત સર્જાય તો વાહનચાલકો માટે યોગ્ય સમયે મદદ મેળવવી અત્યંત જરૂરી બને છે. આવી સ્થિતિમાં ગભરાયા વિના 1033 હેલ્પલાઇનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

આ મોક ડ્રીલ (Mock Drill)દ્વારા વાહનચાલકોને માત્ર હેલ્પલાઇન નંબરની જાણકારી જ નહીં, પરંતુ કટોકટી સમયે ઉપલબ્ધ થતી વિવિધ સેવાઓ અને પ્રતિભાવ વ્યવસ્થા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

સમયસર મદદ પહોંચાડવાનો હેતુ

NHAI દ્વારા યોજાયેલી આ મોક ડ્રીલ (Mock Drill)નો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર સર્જાતી કટોકટીમાં (Emergency Assistance) ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો અને હાઈવે વપરાશકર્તાઓમાં જરૂરી જાગૃતિ ફેલાવવાનો હતો.

અકસમાત, વાહન ભંગાણ અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય ત્યારે 1033 હેલ્પલાઇનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જરૂરી સહાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.


આ પણ વાંચો : ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં આજે મોક ડ્રીલ યોજાશે

આ પણ વાંચો : કાશ્મીર, ગુજરાત, પંજાબ અને રાજસ્થાન… મોદી સરકાર ફરીથી મોક ડ્રીલ કેમ કરી રહી છે?

આ પણ વાંચો : અમદાવાદ : જિલ્લા-વ્યાપી મલ્ટી-એજન્સી મોક ડ્રીલ