Porbandar News/ વિસાવડામાં વૃદ્ધને શરણાઈ વગાડવા મજબૂર કરી અપહરણ, ગળામાં દોરડું બાંધી જંગલમાં લઈ જઈ માર માર્યો

Elderly Man Kidnapping: વિસાવડામાં વૃદ્ધને ધમકાવી શરણાઈ વગાડવા મજબૂર કર્યા બાદ જંગલ વિસ્તારમાં લઈ જઈ માર માર્યાનો આક્ષેપ, બે શખ્સો સામે ફરિયાદ.

Top Stories Gujarat Others Breaking News
Elderly Man Kidnapping: દોરડું ગળામાં બાંધી દીધું, શરણાઈ વગાડવા દબાણ કર્યું; વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી

Porbandar News: વિસાવડા ગામમાં એક વૃદ્ધ સાથે ગંભીર મારામારી અને અપહરણ (Elderly Man Kidnapping)ની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, પ્રસંગમાં શરણાઈ વગાડવા ગયેલા વૃદ્ધને બે શખ્સોએ રસ્તામાં રોકીને ધમકી આપી હતી. ત્યારબાદ ગળામાં દોરડું બાંધી તેમને બળજબરીપૂર્વક શરણાઈ વગાડવા મજબૂર કરવામાં આવ્યા હતા. બાદમાં બંને શખ્સો વૃદ્ધને મોટરસાયકલ પર બેસાડી વિસાવડા સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલા બાવળના જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે.

Elderly Man Kidnapping: દુકાન પાસે વૃદ્ધને રોકી શરણાઈ વગાડવા દબાણ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિસાવડાના ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ કારા ઓડેદરા નામના બે શખ્સોએ સતાધાર પાનની દુકાન પાસે વૃદ્ધને અટકાવ્યા હતા. બંનેએ વૃદ્ધને ત્યાં જ શરણાઈ વગાડવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન એક શખ્સે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બીજા શખ્સે વૃદ્ધના ગળામાં દોરડું નાખી દીધું હતું અને શરણાઈ નહીં વગાડે તો તેમને પતાવી દેવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Elderly Man Kidnapping: ડરના કારણે વૃદ્ધ શરણાઈ વગાડતા રહ્યા

આરોપીઓની ધમકીથી ડરી ગયેલા વૃદ્ધ શરણાઈ વગાડતા રહ્યા હતા. જોકે, સમય થઈ રહ્યો હોવાનું કહેતા બંને શખ્સોએ તેમની પાસેથી શરણાઈ ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ વૃદ્ધને મોટરસાયકલ પર બેસાડી વિસાવડા સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલા બાવળના જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં પણ વૃદ્ધના ગળામાં દોરડું રાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

Elderly Man Kidnapping: બાવળના જંગલમાં ફરી શરણાઈ વગાડવા મજબૂર કર્યા

જંગલ વિસ્તારમાં પહોંચ્યા બાદ આરોપીઓએ વૃદ્ધને ફરીથી શરણાઈ વગાડવા માટે કહ્યું હતું. ગળા પર દોરડું હોવાના કારણે વૃદ્ધને ઉધરસ આવતાં તેમણે શરણાઈ વગાડવાનું બંધ કરી દીધું હતું. આથી બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Elderly Man Kidnapping: મુક્કો મારતાં દાઢ તૂટી, લોહી નીકળ્યું

ફરિયાદ મુજબ, એક આરોપીએ વૃદ્ધના ડાબા ગાલ પર મુક્કો માર્યો હતો. મુક્કાના કારણે તેમની નીચેની દાઢ તૂટી ગઈ હતી અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. મારને કારણે વૃદ્ધ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ એક આરોપીએ તેમને લાતો મારી હોવાનું પણ જણાવાયું છે.

Elderly Man Kidnapping: પથ્થર વડે માથામાં હુમલો કરવાનો પ્રયાસ

મારામારી દરમિયાન એક શખ્સે મોટો પથ્થર ઉપાડીને વૃદ્ધના માથામાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃદ્ધ સમયસર ખસી જતાં પથ્થરનો ઘા તેમને લાગ્યો નહોતો. ત્યારબાદ ફરી પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વૃદ્ધ કોઈ રીતે આ હુમલાથી બચી ગયા હતા.

Elderly Man Kidnapping: બાવળની ઝાડીઓમાંથી ભાગીને ખાડામાં છુપાયા

પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાતાં વૃદ્ધે તક મળતાં બાવળની કાંટાળી ઝાડીઓમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ ત્યાંથી નાસી છૂટીને કેનાલ કાંઠે આવેલા એક ખાડામાં જઈને છુપાઈ ગયા હતા. આ રીતે પોતાનો જીવ બચાવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

Elderly Man Kidnapping: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સમગ્ર બનાવ અંગે વૃદ્ધે ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ કારા ઓડેદરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ધમકી, બળજબરીપૂર્વક શરણાઈ વગડાવવી, ગળામાં દોરડું બાંધવું, અપહરણ (Elderly Man Kidnapping) અને મારામારી સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. શરણાઈ વગાડવા માટે કરાયેલા દબાણથી શરૂ થયેલો મામલો કથિત રીતે અપહરણ (Elderly Man Kidnapping) અને જીવલેણ હુમલાના પ્રયાસ સુધી પહોંચતા વિસાવડા પંથકમાં ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:પ્રેમલગ્નની અદાવત કે મિલકતનો વિવાદ? રક્ષાબંધને બહેનનું અપહરણ કરનાર ભાઈનો પર્દાફાશ

આ પણ વાંચો:ઈન્સ્ટાગ્રામ પર મેસેજ, રાખડીનું બહાનું અને પછી અપહરણ! વડનગરમાં ચકચાર

આ પણ વાંચો:ભાવનગરનાં બોરતળાવ અપહરણ કેસમાં છ ઝડપાયા