Vadnagar News: વડનગર તાલુકામાં રક્ષાબંધનના દિવસે બનેલા પરિણીતાના અપહરણના કેસ (Vadnagar Kidnapping Case)માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમલગ્નથી નારાજ ભાઈએ સગી બહેનને રાખડી બાંધવાના બહાને વડનગર બોલાવી હોવાનું અને ત્યારબાદ સાગરીતોની મદદથી તેનું કથિત અપહરણ (Vadnagar Kidnapping Case) કરાયું હોવાનું સામે આવ્યું છે. યુવતીના જણાવ્યા પ્રમાણે, અપહરણ (Vadnagar Kidnapping Case) બાદ તેને હિંમતનગરની SPG ઓફિસે લઈ જવામાં આવી હતી, જ્યાં પિયરની મિલકતમાં ભવિષ્યમાં કોઈ હક્ક કે હિસ્સો ન માંગે તે અંગેના લખાણ પર તેની પાસે સહીઓ કરાવવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રે તેને વડનગર નજીક ઉતારી દેવામાં આવી હતી.
Vadnagar Kidnapping Case: સાત મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા
મળતી માહિતી મુજબ, વડનગર તાલુકાના છાબલીયા સીમ વિસ્તારમાં આવેલા વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે સાત મહિના અગાઉ મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પોતાના પતિ સાથે સાસરીમાં રહેતી હતી. રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે તેને Instagram પર મેસેજ કરીને રાખડી બાંધવા માટે વડનગર બોલાવી હતી. ભાઈનો સંદેશ મળતાં વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને ભત્રીજી સાથે એક્ટિવા પર વડનગર પહોંચી હતી.

પેટ્રોલ પંપ પાસે ભાઈને રાખડી બાંધી
દંપતી તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપ સામે પહોંચ્યું હતું. ત્યાં વૈદેહીએ પોતાના ભાઈ જેનિલને રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ દંપતી પરત જવાની તૈયારી કરી રહ્યું હતું. આ દરમિયાન જેનિલે બંનેને વાતચીતમાં રોકી રાખ્યા હતા. આરોપ મુજબ, એ જ સમયે વિસનગર તરફથી નંબર પ્લેટ વગરની સફેદ રંગની અર્ટિગા કાર ત્યાં આવી હતી. કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા.
બૂમાબૂમ વચ્ચે યુવતીને કારમાં બેસાડી લઈ ગયા
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બંને શખ્સોએ વૈદેહીને બળજબરીપૂર્વક અર્ટિગા કારમાં બેસાડી દીધી હતી. યુવતીએ બૂમાબૂમ કરી હોવા છતાં તેને ત્યાંથી લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ભાઈ જેનિલ પણ પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને કથિત અપહરણ (Vadnagar Kidnapping Case) કરનારાઓ સાથે કારમાં બેસી ગયો હતો. ઘટના બાદ પતિ સચીનકુમારે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સાળા જેનિલ પટેલ સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે કાવતરું રચી પત્નીના અપહરણ (Vadnagar Kidnapping Case) અંગે ફરિયાદ નોંધાવી હતી.
હિંમતનગરની SPG ઓફિસે લઈ ગયા હોવાનો યુવતીનો આક્ષેપ
અપહરણ (Vadnagar Kidnapping Case) બાદ વૈદેહીને હિંમતનગર ખાતે આવેલી SPG ઓફિસે લઈ જવામાં આવી હોવાનો યુવતીએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે. તેના જણાવ્યા પ્રમાણે, ત્યાં પિયર પક્ષના કેટલાક લોકો હાજર હતા અને તેને સાસરી છોડીને પિયર પરત આવી જવા માટે સમજાવવામાં અને દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, વૈદેહીએ પોતાના પતિ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પિયર પક્ષ દ્વારા ભવિષ્યમાં પિયરની જમીન કે અન્ય મિલકતમાં કોઈ હક્ક કે હિસ્સો નહીં માંગે તે પ્રકારના લખાણ પર તેની પાસે સહીઓ કરાવવામાં આવી હોવાનો યુવતીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે.
મોડી રાત્રે વડનગર પેટ્રોલ પંપ પાસે છોડી દીધી
વૈદેહીના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજો પર સહીઓ કરાવ્યા બાદ તેને ફરી કારમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે આશરે 1 વાગ્યાના સમયે તેને વડનગરના પેટ્રોલ પંપ નજીક ઉતારીને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. મુક્ત થયા બાદ વૈદેહીએ અન્ય વ્યક્તિના મોબાઇલ ફોન પરથી પોતાના પતિનો સંપર્ક કર્યો હતો. પતિ સચીનકુમાર વડનગર પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વૈદેહીને સુરક્ષિત રીતે પોતાની સાથે લઈ ગયા હતા.
પોલીસે યુવતીનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ વડનગર પોલીસે પરિણીતાનું વિગતવાર નિવેદન નોંધ્યું છે. અપહરણ (Vadnagar Kidnapping Case), કથિત ધાકધમકી અને મિલકતના હક્ક અંગે દબાણપૂર્વક સહીઓ કરાવવાના આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર કાવતરામાં કોણ-કોણ સંડોવાયેલું હતું, યુવતીને કયા સ્થળોએ લઈ જવાઈ હતી અને મિલકતના લખાણ અંગેની હકીકત શું છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..
આ પણ વાંચો:ભાઈ-બહેનનું અપહરણ, બાળકી બેભાન અવસ્થામાં મળી જ્યારે ભાઈનું મોત
આ પણ વાંચો:કાયદો વ્યવસ્થાની સ્થિતી લથડી : બનાસકાંઠામાં ત્રણ સગી બહેનોનું અપહરણ
