Nepal news : નેપાળમાં વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસુવા જિલ્લાના ભોટેકોશી વિસ્તારમાંથી પૂરના તેજ પ્રવાહમાં તણાઈ ગયેલું બેંકનું ભારે લોકર (bank locker)ધાદિંગ જિલ્લાના ગલ્છી ગામપાલિકા-4 વિસ્તારમાં ત્રિશૂલી નદીના કિનારે આવી પહોંચ્યું હતું. ત્યારબાદ કેટલાક લોકોએ લોકર તોડી અંદર રહેલી રોકડ રકમ કાઢી લીધી હતી. પોલીસે કાર્યવાહી કરીને 29 લોકોને કસ્ટડીમાં લીધા છે.
bank locker તોડી લાખો રૂપિયા કાઢી લીધા
પોલીસને માહિતી મળી હતી કે નદીના કિનારે મળેલા બેંકના લોકરને સ્થાનિક લોકો તોડી રહ્યા છે અને તેમાંથી રૂપિયા કાઢી રહ્યા છે. માહિતી મળતાં જ નેપાળ પોલીસ (Nepal Police)અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમે સ્થળ પર કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી 92,68,505 નેપાળી રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. પકડાયેલા મોટાભાગના લોકો ગલ્છી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ લોકર કઈ બેંકનું હતું અને ઘટનામાં અન્ય કેટલા લોકો સામેલ હતા તેની તપાસ કરી રહી છે.
પૂરના પાણીમાં તણાઈ આવ્યું હતું લોકર
રસુવા જિલ્લાના ભોટેકોશી (Bhotekoshi)વિસ્તારમાં પૂરના જોરદાર પ્રવાહમાં બેંકની ભારે તિજોરી તણાઈ ગઈ હતી. પાણીના પ્રવાહ સાથે તે ધાદિંગ જિલ્લાના ગલ્છી વિસ્તારમાં ત્રિશૂલી નદીના કિનારે પહોંચી હતી. લોકર મળી આવ્યા બાદ લોકોએ તેને તોડીને અંદરની રોકડ બહાર કાઢી હતી.
મૃત મહિલાના શરીરમાંથી પણ દાગીના ચોરાયા
નેપાળની ભયાનક પૂરની વચ્ચે આવી જ એક બીજી ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે. નારાયણી નદી (Narayani River)પાસે પૂરના પાણીમાં તણાઈ આવેલા એક મહિલાના મૃતદેહમાંથી બે વ્યક્તિઓએ કાનની સોનાની બુટ્ટી કાઢી લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:સુરતમાં બેંક લોકરમાંથી 45 લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી મૂકી દીધા નકલી બિસ્કિટ
આ પણ વાંચો:બેંક ઓફ બરોડાનું તૂટયું લોકર, 60 તોલા સોનું અને રોકડ ગુમ, જાણભેદુની આશંકા
આ પણ વાંચો:નેપાળમાં ફરી મહાપ્રલયનો ખતરો! ચીનની ચેતવણીથી વધ્યો ડર, સરહદ પાસે બની નવી ઝીલ ગમે ત્યારે ફાટી શકે
