ભારતનાં યુવા ખેલાડી સુમિત નાગલે ન્યૂયોર્કમાં રમાયેલી આ વર્ષની છેલ્લી ગ્રેન્ડ સ્લેમ યુએસ ઓપનની શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ સેટમાં રોજર ફેડરરને 6-4થી હરાવ્યો હતો. ફેડરર વિશ્વનો ત્રીજા નંબરનો ટેનિસ ખેલાડી છે. જોકે, તે પછી બીજા અને ત્રીજા રાઉન્ડમાં સુમિતને હારનો સામનો કરવો પડ્યો હતો. ફેડરરે બીજા સેટમાં સમિતને 6-1થી અને ત્રીજા સેટમાં 6-2થી પરાજિત કર્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ રોજર ફેડરરે બીજા અને ત્રીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી. ફેડરરે બતાવ્યું કે શા માટે તે વિશ્વનો ત્રીજા નંબરનો ખેલાડી છે.
Sumit Nagal becomes first Indian to win a set against Roger Federer
Read @ANI Story | https://t.co/18CfdJF8Oe pic.twitter.com/R8FFBkSORU
— ANI Digital (@ani_digital) August 27, 2019
અગાઉ સુમિત નાગલે શુક્રવારે ફાઇનલ ક્વોલિફાયમાં બે કલાક 27 મિનિટની રમતમાં બ્રાઝિલનાં જોઆઓ મેનેઝેસને 5-9, 6-4-, 6-3 થી હરાવ્યો હતો. મંગળવાર રોજર ફેડરર સામે રમવાની સાથે સુમિત એક દાયકામાં ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સનાં મુખ્ય ડ્રો માં રમનારો સુમિત પાંચમો ભારતીય બન્યો. સુમિત નાગલ મૂળ હરિયાણાનો છે અને બાદમાં ટેનિસ રમવાના ઇરાદે દિલ્હી ગયો હતો.

સુમિતને આજથી લગભગ નવ વર્ષ પહેલા 2010 માં ટેલેન્ટ સર્ચ સ્પર્ધામાં પસંદ કરવામાં આવ્યો હતો, જે પછી તેણે પાછળ ફરીને જોયુ નથી અને આજે તે માત્ર દિગ્ગજ રોજર ફેડરરનો જ સામનો કરી રહ્યો નથી, પરંતુ તેણે પ્રથમ સેટમાં તેને હરાવી દીધો હતો. જો કે, આ પછી, રોજર ફેડરરે શાનદાર વાપસી કરી અને સતત બે સેટ મોટા અંતરથી જીત્યા હતા.

જો કે અહી સૌથી મોટી વાત એ પણ છે કે, સુમિત નાગલ આજે તે જ ખેલાડી સામે રમી રહ્યો છે, જેને તે પોતાનો આદર્શ માને છે. ફેડરર શરૂઆતથી જ સુમિતિનો પ્રિય ખેલાડી રહ્યો છે અને તે તેની નકલ કરવાનો પ્રયાસ કરતો આવ્યો છે. તે પહેલા રાઉન્ડમાં જીત મળ્યા બાદ ભલે તેને હાર મળી હોય, પરંતુ ફેડરર સામે રમવાનું તેનું સપનું સાકાર થયું છે અને તેણે પોતાના આદર્શની સામે પહેલો સેટ જીત્યા બાદ તેને સખત ટક્કર આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
