Not Set/ રાજ્યના 36 શહેરોમાંરાત્રિ કરફ્યુ યથાવત્ રહેશે ? ફરી સરકાર માટે નિર્ણાયક ઘડી,સાંજ સુધીમાં ફેસલો

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ખૂબ જ ભારે પડી રહી છે, તેમજ ત્રીજી લહેરનો ખતરો તો ઊભો જ છે. ગઈકાલે મળેલી ટાસ્ક ફોર્સ ફોર્સ સાથેની બેઠક બાદ આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા પણ ત્રીજી લહેર સામે

Top Stories Gujarat

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ખૂબ જ ભારે પડી રહી છે, તેમજ ત્રીજી લહેરનો ખતરો તો ઊભો જ છે. ગઈકાલે મળેલી ટાસ્ક ફોર્સ ફોર્સ સાથેની બેઠક બાદ આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા પણ ત્રીજી લહેર સામે નીપટવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનમાં વધારો કરવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારો દ્વારા પણ પોતાના લેવલ પરથી વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી રૂપાણીએ વધુ સાત શહેરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવ્યો હતો જેની સમયમર્યાદા પૂર્ણ થઇ રહી છે. જેથી ફરી એક વખત કર્ફ્યુ યથાવત્ રહેશે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી ફરી એક મીટિંગ યોજી અને સાંજ સુધીમાં નિર્ણય કરે તેવી શક્યતા છે.

આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરફ્યૂનો જે સમય છે તેને જ યથાવત જાળવી રખાશે. ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કરફ્યૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવે એવી પણ શક્યતાઓ નથી.  રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂ છે.

હાલમાં ગુજરાતમાં 36 શહેરોની વાત કરીએ તો ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 08થી સવારના 06 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.આ સિવાય ગુજરાત માટે એક મહંદઅંશે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. CM વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીના નિવાસ્થાને કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી.