Not Set/ ધ્રાંગધ્રાની વાવડી નદીમાં 10થી વધુ લોકો ફસાયા, હેલીકોપ્ટર અને NDRF મદદે પહોંચ્યા

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાની વાવડી નદીમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે બેં કાંઠે વહી રહેલી વાવડી નદીમાં 10થી વધુ લોકો ફસાયા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે  સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રાની વાવડી નદીમાં નવા પાણીની આવક વધી છે. નદીમાં ટ્રેક્ટર લઈને જતા 10થી વધુ લોકો નદીના પાણીમાં ફસાઈ ગયા છે. 10 માંથી 2 વ્યક્તિને બચાવ ટુકડી દ્વારા બચાવી […]

Top Stories Gujarat Others

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાની વાવડી નદીમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે બેં કાંઠે વહી રહેલી વાવડી નદીમાં 10થી વધુ લોકો ફસાયા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે  સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રાની વાવડી નદીમાં નવા પાણીની આવક વધી છે. નદીમાં ટ્રેક્ટર લઈને જતા 10થી વધુ લોકો નદીના પાણીમાં ફસાઈ ગયા છે. 10 માંથી 2 વ્યક્તિને બચાવ ટુકડી દ્વારા બચાવી લેવામાં આવી છે. જયારે  3 વ્યક્તિ નદીનાં પાણી સાથે તણાઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે હેલીકોપ્ટર અને NDRF ટીમની બચાવ કામગીરી માટે મદદ લેવામાં આવી રહી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.