રાજ્યનું રાજકારણ હોય કે અધિકારી વર્ગ કે જ્યાં ગુજરાતમાં બહુમતી ધરાવતા એવા પાટીદાર વર્ગના લોકોની નોંધ ન લેવાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારે આ મામલે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, શનિવારે ઉમિયાધામ ઊંઝામાં પાટીદાર સમાજની બેઠક મળી હતી જેમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યની રાજકારણ હોય કે અધિકારી વર્ગ પાટીદાર સમાજની ઘણી જગ્યાએ નોંધ નથી લેવાતી.
નરેશ પટેલે કહ્યું કે, હજુ કોઈક વસ્તુની ઉણપ છે. ઘણા સમાજના લોકો ટાંટીયા ખેંચે છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી તે બાબતે ચિંતા કરવાની જરૂર છે. અધિકારી સ્તરે પણ આપણી નોંધ નથી લેવાતી.
બીજી તરફ આજે પ્રથમવાર માં ઉમિયાના દર્શને આવેલા નરેશ પટેલે કહ્યું હતું કે, એક ધન્યતાની અનુભતી કરી છે તેને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. કડવા પાટીદાર સમાજને તેમના કાર્યમાટે લાખ લાખ વંદન કરું છું. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
