Not Set/ અમદાવાદની એક સ્કૂલમાં પરીક્ષા રદ્દ કરવા જે પ્રકારે ધમકી અપાઈ તે જાણીને…

ગુજરાતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને આ સ્થિતિમાં અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, એવામાં લોકડાઉનમાં રાજ્યમાં મોટા ભાગની સ્કૂલોમાં પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના પોશ વિસ્તાર માંના એક સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલમાં પરીક્ષા માટે જે કરવામાં આવ્યું તે વાંચીને […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને આ સ્થિતિમાં અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, એવામાં લોકડાઉનમાં રાજ્યમાં મોટા ભાગની સ્કૂલોમાં પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના પોશ વિસ્તાર માંના એક સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલમાં પરીક્ષા માટે જે કરવામાં આવ્યું તે વાંચીને સ્તબ્ધ થઇ જશો.

આ મામલાની વાત કરીએ તો, આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા તેને અટકાવવા માટે એક ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે પરીક્ષા લેશો તો સ્કૂલની વિદ્યાર્થીઓના ફોટા મોર્ફ કરી બિભત્સ બનાવીને વાઈરલ કરીશું. જો તમે પરીક્ષા રદ નહી કરોતો ઈ-મેઈલના સ્ક્રિન શોટ લઈ તે પણ પોસ્ટ કરીશ જેથી તમે હાસ્યાસ્પદ સાબીત થશો. આ ધમકીના કારણે સ્કૂલે પરીક્ષા રદ કરી દીધી હતી, ત્યાર બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી અને ગુન્હો નોંધ્યો હતો. આ ધમકીના કારણે સ્કૂલે પરીક્ષા રદ કરી દીધી.

આપને જણાવી દઈએ કે, ગત 20મી ઓગસ્ટે વિદ્યાર્થીઓના નંબર પર અર્ધ વાર્ષિક પરિક્ષાનું ટાઈમ ટેબલ મુકાયું હતું. ત્યારબાદ 9 સપ્ટેમ્બરે સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા પર અજાણ્યો ઈમેલ આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, સ્કુલમાં ધો 8થી 12ની પરિક્ષાઓ રદ કરાવો, અને જો આ માંગણી સ્વિકારવામાં નહી આવે તો હું તમારી કેટલીક વિદ્યાર્થીઓના નગ્ન પિક્ચર અને શરમડજક લખાણો લીક કરી દઈશ, અને તેમના મગજ પર અસર કરશે તેવા છે. આ ફોટોગ્રાફસનો દુર ઉપયોગ કરીને માનસીક ત્રાસ આપી હેરાન કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.