major decision/ INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

India
  • એક ફર્મની અરજી બાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે
  • INS વિરાટને મ્યુઝિયમ બનાવવા માગ
  • હાલમાં અલંગમાં લાંગરેલું છે INS વિરાટ
  • INS વિરાટ છે અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં

સુપ્રીમ કોર્ટે નૌકાદળમાંથી દુર કરવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ ને તોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે હાલમાં જહાજ જે સ્થિતિમાં છે તે યથાવત્ રહેશે. આ સાથે જ કોર્ટે ખરીદનારને પણ નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને, એવું કહેવામાં આવ્યું છે કે એક જૂથ તેને ભવિષ્ય માટે સાચવવા માંગે છે અને ખરીદનારને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે, ખરીદનારે તેને ભંગાર બનાવવા માટે જ ખરીદ્યું છે.

Image result for ins viraat supreme court

અરજદારે કહ્યું કે તેને  તોડવા કરતા તેને મ્યુઝીયમ માં ફેરવવું વધુ હિતકારી છે. વિમાનવાહક INS  વિરાટને 1987 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેને વર્ષ 2017 માં નૌકાદળમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક જૂથ દ્વારા તેને હરાજીમાં 38.54 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. ભારતીય દરિયાઇ ધરોહરનું પ્રતીક યુદ્ધ જહાજ ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડમાં લાંગરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે હવે તેને તોડવા પર પ્રતિબંધ મુક્યો છે.

Image result for ins viraat supreme court

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડીસેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારે વિરાટને સમારકામ અને બચાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. શિવસેના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ સંદર્ભે સંરક્ષણ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો.આ માટે સંરક્ષણ મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માંગવામાં આવ્યું હતું. ચતુર્વેદીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક યુદ્ધ જહાજને જાળવણી કરવામાં ખુશી અનુભવશે. તેમણે કહ્યું કે, ખૂબ દુખ અને ચિંતાની વાત છે કે આઈએનએસ વિરાટને ભંગારમાં ફેરવવાની કામગીરી ગુજરાતના અલંગમાં શરૂ કરવામાં આવી છે.

Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ