જમ્મુ કાશ્મીર/ તમામ સરકારી કચેરીઓમાં ત્રિરંગો લહેરાવવા આદેશ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગની તમામ સરકારી કચેરીઓમાં ત્રિરંગો લહેરાવવાની સૂચના આપવામાં આવી છે. આ આદેશો અનંતનાગના ડી.સી. તરફથી આપવામાં આવ્યા છે.

India Trending

જમ્મુ-કાશ્મીરના અનંતનાગની તમામ સરકારી કચેરીઓમાં ત્રિરંગો લહેરાવવાની સૂચના આપવામાં આવી છે. આ આદેશો અનંતનાગના ડી.સી. તરફથી આપવામાં આવ્યા છે.  આ માટે તમામ જિલ્લા, પ્રાદેશિક, તાલુકા અને બ્લોક કક્ષાના અધિકારીઓને આ આદેશ વહેલી તકે અમલ કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે.

આ પહેલા મનોજ સિંહાએ જમ્મુ-કાશ્મીરની તમામ સરકારી કચેરીઓ અને ઇમારતોમાં ધ્વજ ફરકાવવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તાજેતરમાં વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ જેવા કેટલાક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તમામ સરકારી કચેરીઓ અને ઇમારતોમાં તિરંગો લહેરાવવાના આદેશો અપાયા હતા. આ ઓર્ડરને વહેલી તકે અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

આ અગાઉ મનોજ સિંહાએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના વહીવટીતંત્ર દ્વારા ભ્રષ્ટાચારને સિસ્ટમમાં પારદર્શિતા સાથે અટકાવવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશોના વિકાસ કામોને વેગ આપવાની તેમની પ્રાથમિકતા છે. સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, પહેલા કેન્દ્ર તરફથી મોટી રકમ આવતી હતી પરંતુ પ્રશ્ન એ છે કે તે પ્રમાણમાં જરૂરી વિકાસ કામો કરવામાં આવ્યા હતા કે કેમ. અમે સિસ્ટમમાં પારદર્શિતા લાવી છે અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં આવ્યો છે.

ભૂતકાળમાં તેમનો વહીવટ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા ભંડોળ અંગે તપાસ પંચની સ્થાપના કરશે કે કેમ તે પૂછવામાં આવ્યું? આ અંગે સિંહાએ કહ્યું કે તેમણે આ વાત જમ્મુ-કાશ્મીરની જનતા પર છોડી દીધી છે. સિંહાએ કહ્યું કે, મારી પ્રાથમિકતા એ છે કે વિકાસના કામોને કેવી રીતે વેગ મળે. દેશમાં કાયદો છે અને એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. આવી સ્થિતિમાં, તેમને તેમનું કાર્ય કરવાની છૂટ હોવી જોઈએ અને આમાં દખલ કરવાની જરૂર નથી. ”