આજે સોશિયલ મીડિયાનાં જમાનામાં ઘણા યુવા છોકરાઓ ઇચ્છે છે કે તે પોતાનો વીડિયો બનાવી ફેમસ થઇ જાય. પરંતુ ઘણીવાર લોકો ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા લોકોનાં બાઇક પર સ્ટંટ કરતા વીડિયો તમે જરૂર જોયા જ હશે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થાય છે. પરંતુ આ કેટલુ ખતરનાક સાબિત થઇ શકે છે તે આ વીડિયો જોઇને સમજી શકાય છે.
આઝમગઢ / એક ભેંસનાં કારણે આઝમગઢમાં શરૂ થયું ફાયરિંગ, જાણો શું છે કારણ
લોકો વારંવાર આવા સ્ટન્ટ્સ કરતા રહે છે જે કરવુ ખૂબ જ જોખમી છે. આ વીડિયો જોવાથી પણ ઘણીવાર રૂવાટા ઉભા થઇ જતા હોય છે. આજે અમે તમને આવા જ એક સ્ટંટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ કરતી વખતે આ વ્યક્તિનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આઈપીએસ અધિકારી દિપંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું તમે તમારા બાળકો/મિત્રો સાથે આવી ઘટના બનતી જોઈ શકો છો? જો નહી? તો આવી મૂર્ખતા કરતા તેમને રોકો. સલામતીને પ્રાથમિકતા આપવાનું અને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવાનું શીખવો.’
क्या आप अपने बच्चों/मित्रों के साथ ऐसा हादसा होते देख सकते हैं?
अगर नहीं? तो उन्हें ऐसी मूर्खता करने से रोकें. सुरक्षा को प्राथमिकता देना एवं यातायात नियमों का पालन करना सिखाएं.Note – Please never let your kids/friends upload & promote such stupidity on SM. pic.twitter.com/gNFpF5AOtI
— Dipanshu Kabra (@ipskabra) March 25, 2021
Viral Video / સિંહનો બતકનાં બચ્ચાને પ્રેમ કરતો વીડિયો જોઇ તમે પણ ચોંકી ઉઠશો
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ બાઇક પર સવાર છે. બાઇકની સીટ પર બેસવાને બદલે તે તેની ઉપર ઉભો રહ્યો છે અને હેન્ડલ પકડે છે. ત્યારે જ તે ચાલતી બાઇકમાં હેન્ડલથી તેના હાથને દૂર કરે છે. આ સમયે, તેનું સંતુલન બગડી જાય છે અને તે બાઇક પરથી નીચે પડી જાય છે. તે રસ્તા પર ખૂબ ઝડપથી નીચે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હજારો લોકો આ વીડિયોને અત્યાર સુધી જોઈ ચૂક્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
