નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સગીર બાળકો સાથે દુર્વ્યવહાર બાદ ચિંતીત માતાપિતા પોતાના સંતાનોને આશ્રમમાથી ખસેડી રહ્યા છે. વિવાદ બાદ જનાર્દન શર્માના બે બાળકો સહિત કુલ 9 બાળકોએ પોલીસ મંજૂરી સાથે આશ્રમ છોડ્યો હતો. હજુ પણ વાલીઓ પોતાના બાળકોને આશ્રમમાંથી બહાર લઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમા હાજરી આપવાનુ કહી વાલી પોતાના સંતાનોને આશ્રમમાથી ખસેડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે ફરી વધુ એક બાળાને તેના વાલીઓ આશ્રમમાથી લઈ ગયા હોવાનું સામે આવી રહ્યુ્ં છે.
આપને જણાવી દઇએ કે, નિત્યાનંદ આશ્રમ વિવાદ સપાટી પર આવ્યો ત્યારે સૌપ્રથમ જનાર્દન શર્માનાં બે બાળકો એક સગીર પુત્રી અને એક સગીર પુત્રને આશ્રમ દ્વારા જનાર્દનને છોડવામાં આવ્યા હતા અને શર્માને પાછા સોંપવામાં આવ્યા હતા. આશ્રમથી પાછા ફરેલા બાળકો દ્વારા આશ્રમ સામે અનેક પ્રકારનાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતો. તો સાથે સાથે બંને બાળકોનાં જણાવ્યા પ્રમાણે ત્યારે આશ્રમમાં 40 જેટલા બોળકો હોવાની વાત પણ કરવામાં આવી હતી. જો કે, હાલ આશ્રમ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આશ્રમમાં રહેતા બાળકોનાં મા-બાપ પોતાનાં સંતાની ચિંતાને કારણે એનકેન પ્રકારે પોતાનાં બાળકોને આશ્રમથી અલગ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.