Tech News: કેન્દ્ર સરકારએ ફરી એકવાર નવું યુનિફાઈડ પોર્ટલ ડિજીટલ પબ્લિક ગુડ્સ જેમકે, આધાર, UPI સરકારી ઈ-કોમર્સ ONDC જેવી સરકારી સુવિધાઓ મળશે. એક જ પ્લેટફોર્મ પર તમને બધી સુવિધા મળી શકશે.
સૂત્રો મુજબ,આ પોર્ટલ પર ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલયે કામ શરૂ દીધું છે. આ પ્રયાસમાં તમામ મંત્રાલયો અને તેમના સંબંધિત વિભાગો અને એજન્સીઓ સાથે મળીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPIનું માળખું તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે અલગ-અલગ એપ્સ અને પોર્ટલ છે. આવી સ્થિતિમાં, સામાન્ય યુઝર્સે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વિવિધ એપ્સ અને પોર્ટલની મુલાકાત લેવી પડતી હતી. તેમજ ગામડાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં ડિજિટલ સુવિધા માટે કોમ્પ્યુટર સેન્ટરમાં જવું પડે છે, જ્યાં ભારે ચાર્જ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમામ સરકારી ડિજિટલ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાથી ઘણો ફાયદો થશે, જેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઓનલાઈન સરકારી સુવિધાઓનો આનંદ લઈ શકે.
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેન આ રૂટ પર દોડશે, મુસાફરી કરવા તૈયાર થઈ જાઓ
આ પણ વાંચો:UPIએ વ્યવહારો સરળ બનાવ્યા, પરંતુ સરળ ચુકવણીને કારણે ખર્ચમાં પણ થયો વધારો…
આ પણ વાંચો:દેશની પ્રથમ એર ટેક્સી, આનંદ મહિન્દ્રાની ટ્વીટથી લોકોમાં ઉત્સુકતા
