Vadodara News/ વડોદરા પાદરાની મહેલી તલાવડી પાસે યુવકની ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યારો ફરાર

વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકાના જંબુસર હાઈવે રોડ પર મહેલી તલાવડી પાસે ઉંઘતા યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara

Vadodara News:વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા જંબુસર હાઈવે રોડ પર મહેલી તલાવડી પાસે એક યુવકની સનસનાટીભરી હત્યા થઈ છે. મૃતક યુવકનું નામ રાણાભાઈ ચાવડા છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે યુવક ઘરની બહાર સૂતો હતો અને પરિવાર અંદર આરામ કરી રહ્યો હતો.પોલીસને (Police) મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, અજાણ્યા હત્યારાએ ઉંઘતા યુવક પર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા મારીને તેની હત્યા કરી નાખી છે. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકને બચવાની કોઈ તક જ ન મળી. ઘટના બાદ હત્યારો તાત્કાલિક ફરાર થઈ ગયો છે.

વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર યુવકની હત્યા

વડોદરાના (Vadodara) પાદરા-જંબુસર હાઈવે રોડ પર મહેલી તલાવડી પાસે મોડી રાત્રે રાણા ચાવડા સાથે આ ઘટના બની હતી. સ્થાનિકોને સવારે યુવકનો મૃતદેહ જોવા મળતાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારે જણાવ્યું કે યુવક ઘરની બહાર સૂતો હતો, જ્યારે તેઓ અંદર હતા. આ કારણે હુમલાનો અવાજ કોઈને સંભળાયો નહીં.પાદરા પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો:  નખત્રાણામાં પરિણીતા સાથે આડા સબંધે 20 વર્ષના યુવાનની કરપીણ હત્યા

આ પણ વાંચો:  અમદાવાદ સરખેજમાં સિગારેટની નાની બાબતે યુવકની હત્યા, આરોપી સાજીદ ઉર્ફે શાહરુખ ફરાર