sports news/ 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં અમદાવાદ લવિષ્કા નાગરે કર્યો કમાલ, લખનૌમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો!

69મી નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games) ચેમ્પિયનશિપમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો,

Trending Sports
નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games)માં અમદાવાદ માટે ઐતિહાસિક સિદ્ધિ

Sports News: લખનૌમાં તાજેતરમાં સંપન્ન થયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games)  એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (Athletics Championship) માં ગુજરાત (Gujarat) માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમદાવાદ(Ahmedabad)ની 14 વર્ષીય લવિષ્કા નાગરે 400 મીટર હર્ડલ્સ ટ્રેક ઇવેન્ટ(Hurdles track event)માં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ (Bronze medal)  જીત્યો છે. આ સાથે જ તે અંડર-17 (Under-17)કેટેગરીમાં ટ્રેક ઇવેન્ટ (track event)માં મેડલ જીતનાર ગુજરાતની એકમાત્ર ખેલાડી બની છે.

નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games)માં અમદાવાદ માટે ઐતિહાસિક સિદ્ધિ

69મી નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games) ચેમ્પિયનશિપમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો, અમદાવાદની રહેવાસી લવિષ્કા નાગરે(Lavishka Nagar) પોતાના આત્મવિશ્વાસ, ટેક્નિક અને ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું. 400 મીટર હર્ડલ્સ જેવી કઠિન અને ટેક્નિકલ ઇવેન્ટમાં તેણે 1 મિનિટ 04.45 સેકન્ડનો સમય નોંધાવી કાંસ્ય ચંદ્રક(Bronze medal)મેળવ્યો. ખાસ વાત એ છે કે અમદાવાદ (Ahmedabad)માંથી આ સ્પર્ધામાં મેડલ જીતનાર તે એકમાત્ર ખેલાડી રહી છે.

Hurdles Track ,69મી નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games) 

ગુજરાત (Gujarat) માટે ટ્રેક ઇવેન્ટ(track event)માં એકમાત્ર મેડલ

લવિષ્કા(Lavishka) ની આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games) તે સમગ્ર ગુજરાત (Gujarat)માંથી અંડર-17 (Under-17) ટ્રેક ઇવેન્ટ (track event)માં મેડલ જીતનાર એકમાત્ર રમતવીર છે. સામાન્ય રીતે ફિલ્ડ ઇવેન્ટ્સમાં ગુજરાત(Gujarat)ના ખેલાડીઓ સફળતા મેળવે છે, પરંતુ ટ્રેક ઇવેન્ટમાં લવિષ્કા (Lavishka) નો મેડલ રાજ્ય માટે વિશેષ સિદ્ધિ માનવામાં આવે છે.

નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games)

લવિષ્કા નાગર(Lavishka Nagar)ની  સતત મહેનત અને શિસ્તનું પરિણામ

લવિષ્કા(Lavishka)ની સફળતા પાછળ વર્ષોની મહેનત, નિયમિત તાલીમ અને પરિવારનો સહયોગ છે. નાની ઉંમરે જ એથ્લેટિક્સ તરફ વળેલી લવિષ્કા (Lavishka)એ પોતાની ઝડપ અને સ્ટેમિના પર ખાસ ધ્યાન આપ્યું છે. તેના કોચિસ મુજબ, લવિષ્કા(Lavishka)હંમેશા તાલીમ દરમિયાન શિસ્તબદ્ધ રહે છે અને દરેક રેસને શીખવાની તક તરીકે જુએ છે.

નેશનલ સ્કૂલ ગેમ્સ (National School Games)

લવિષ્કા (Lavishka)નાપરિવાર અને કોચનો ગૌરવ

લવિષ્કા (Lavishka)ના પરિવારજનો અને કોચે તેની સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે અને લવિષ્કા (Lavishka) ભવિષ્યમાં વધુ મોટા મંચ પર ગુજરાત (Gujarat) અને ભારત (india)નું નામ રોશન કરશે. પરિવારનું માનવું છે કે સરકાર અને રમતગમત સંસ્થાઓ તરફથી યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો લવિષ્કા આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0 ક્યારે શરૂ થશે, 4 નવી રમતોનો થશે સમાવેશ

આ પણ વાંચો:ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0 ક્યારે શરૂ થશે, 4 નવી રમતોનો થશે સમાવેશ