Ahmedabad News: ગુજરાત (Gujarat)ના વકીલ સમાજ (Lawyers’ Association)માં આજે મહત્વનો દિવસ છે. રાજ્યભરના 282થી વધુ બાર એસોસિએશનો (Bar Associations)ની ચૂંટણી એકસાથે યોજાઈ રહી છે, જેમાં ગુજરાત (Gujarat)નું સૌથી મોટું અને દેશના મોટા બાર એસોસિએશન (Bar Associations) તરીકે જાણીતું અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન (Bar Associations) પણ સામેલ છે. આ એસોસિએશનમાં નોંધાયેલા ૯ હજારથી વધુ સભ્યોમાંથી આશરે 6 હજાર સભ્યો મતદાન કરે તેવી શક્યતા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરિણામો સાંજ સુધીમાં જાહેર થઈ જાય તેવી અપેક્ષા છે.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન(Ahmedabad Criminal Court Bar Association)માં ચુંટણી આયોજન
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન (Ahmedabad Criminal Court Bar Association) ગુજરાત (Gujarat)ના વકીલો (Lawyers)નું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જ્યાં ક્રિમિનલ કેસો સાથે જોડાયેલા હજારો વકીલો(Lawyers)સક્રિય છે. આ ચૂંટણીમાં વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે.પ્રમુખ પદ સૌથી મહત્વના પદ માટે ઈશ્વર દેસાઈ અને હેમંત નવલખા વચ્ચે સીધી ટક્કર છે. ઈશ્વર દેસાઈ હાલમાં બાર એસોસિએશન(Bar Associations)ના સેક્રેટરી છે અને તેમનો લાંબો અનુભવ વકીલોમાં લોકપ્રિય છે.સિનિયર એક્ઝિક્યુટિવ કમિટી (Senior Executive Committee)ની14 જગ્યાઓ માટે 49 ઉમેદવારો મેદાનમાં છે.તથા ઉપ-પ્રમુખમાં 4 હોદ્દા માટે અનેક ઉમેદવારો,જોઈન્ટ સેક્રેટરી માટે 12 ઉમેદવારો,સેક્રેટરી માટે 6 ઉમેદવારો અને લાઈબ્રેરી સેક્રેટરી(Library Secretary) માટે 4 ઉમેદવારો મેદાનમાં છે.

બાર એસોસિએશન(Bar Associations)માં ‘ઓન બાર, ઓન વોટ’નો નિયમ લાગુ
જોકે ટ્રેઝરર પદ મહિલાઓ માટે અનામત છે અને 2 મહિલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ અનામત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લાગુ કરવામાં આવ્યું છે.આ ચૂંટણી રાજ્યભરમાં એકસાથે યોજાઈ રહી છે, જેમાં લગભગ 1.25 લાખ વકીલો (Lawyers) મતદાન કરી શકે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (Bar Council of Gujarat)ના નિર્દેશ અનુસાર ‘ઓન બાર, ઓન વોટ’નો નિયમ લાગુ છે, જેના કારણે વકીલો (Lawyers) માત્ર એક જ બાર એસોસિએશન(Bar Associations) માં મતદાન કરી શકશે.
આ પણ વાંચો:સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાવાની શક્યતા, ‘SIR’ કાર્યને કારણે વિલંબિત
આ પણ વાંચો:ભારતમાં ચૂંટણીઓ ચોરી થઈ રહી છે; અમે સંસદથી શેરીઓ સુધી લડીશું, રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કહ્યું

