Ahmedabad News/ અમદાવાદમાં જાણીતી ફાસ્ટફૂડ કંપનીનાં રસોડામાં જીવિત-મૃત વંદા મળતા રેસ્ટોરાં સીલ

આરોગ્ય વિભાગે તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવી છે. રેસ્ટોરાંની ગંભીર બેદરકારી સામે આવતા મહાનગરપાલિકાએ સબ-વે રેસ્ટોરાં સીલ કર્યુ છે. કંપનીને દંડ ફટકારી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં શહેરીજનોનાં આરોગ્ય સાથે વધુ એકવાર ચેડાં થયાનું સામે આવ્યું છે. ખ્યાતનામ ફાસ્ટફૂડ કંપની સબ-વે રેસ્ટોરાંનાં રસોડામાં જીવતા અને મરેલા વંદા મળતાં મનપાએ રેસ્ટોરન્ટને સીલ મારી કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં શહેરીજનોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થયાનો વધુ એક કિસ્સો બન્યો છે. અમદાવાદ શહેરની ખ્યાતનામ ફાસ્ટ ફૂડ કંપની સબ-વે (Sub-way Restaurant)ની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના આંબાવાડી વિસ્તારની સબ-વે રેસ્ટોરાંના રસોડામાં જીવતા અને મરેલા વંદા મળી આવ્યા હતા. ગ્રાહકો સાથે સારૂ ભોજન પીરસવાની લાલચ આપી ખરાબ ભોજન અપાતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય વિભાગે તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવી છે. રેસ્ટોરાંની ગંભીર બેદરકારી સામે આવતા મહાનગરપાલિકાએ સબ-વે રેસ્ટોરાં સીલ કર્યુ છે. કંપનીને દંડ ફટકારી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ ભાવનગર શહેરમાં કુલ 316 જેટલી આંગણવાડીઓ આવેલી છે ત્યારે રૂવા ગામમાં આવેલી આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તામાં ઈયળ મળી આવી હતી. જેને પગલે સ્થાનિક આઈસીડીએસ વિભાગના તંત્રને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં ડ્રોન વિસ્ફોટની શંકા

આ પણ વાંચો:આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી… કેરળના દરિયામાં સળગતું માલવાહક જહાજ, સતત વિસ્ફોટ

આ પણ વાંચો:ઈરાને ઈઝરાયલી સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલને ઉડાવી દીધી, જેરુસલેમ સુધી સંભળાયા વિસ્ફોટો