Bhuj News/ તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કરતો શખ્સ ઝડપાયો

તાંત્રિક વિધિ કરનાર વિશાલ મારાજ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો જેના પર શારીરિક અડપલા કરવા બાબતે પોલીસ ફરિયાદ કરવા મા આવી છે

Gujarat Others
તાંત્રિક વિધિ કરનાર વિશાલ મારાજ શારીરિક અડપલા કેસ

Bhuj News : ભુજમાં તાંત્રિક વિધીના નામે શારીરિક અડપલા કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ભુજ તાલુકાના માધાપર ગામમાં આ ઘટના બની હતી. જેમાં પોતે તાંત્રિક હોવાનું કહી નડતર દૂર કરવાના નામે આરોપીએ મહીલાને ઘરે બોલાવી હતી.

શારીરિક અડપલા કરતો તાંત્રિક

બાદમાં યુવતીને અર્ધબેભાન કરી સંમોહિત કરી શારીરિક છેડછાડનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતીએ પોલીસને જાણ કરતા ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. ઘટનાની ગંભીરતા સમજી ભુજ LCB એ તુરંત કાર્યવાહી કરી હતી.

તાંત્રિક વિધિ કરનાર વિશાલ મારાજ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ક્રાઈમ પેટ્રોલ જોઈને સ્પ્રે છાંટીને યુવતીને બેભાન કરી કુકર્મનો વિચાર આવ્યો હોવાનું તેણે પુછછપરછમાં પોલીસને જણાવ્યું હતું. લોકોને વિશાલ તરફથી કોઈ ભોગ બન્યું હોય તો સામે આવી પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  વડોદરાઃ કથિત તાંત્રિક વિરૂદ્ધ નોંધાયો ગુનો ગોત્રી પોલીસે કશ્યપ રામાનુજ સામે નોંધ્યો ગુનો કશ્યપ રામાનુજ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ તાંત્રિક વિધીના નામે

આ પણ વાંચો:  જામનગર:સોનાની લાલચમાં ખેડૂતને 10 લાખનો ચૂનો, જામજોધપુરનો ખેડૂતે લાલચમાં આવી લાખો ગુમાવ્યા, તાંત્રિક વિધિથી સોનું મેળવવાની લાલચમાં છેતરાયો, તાંત્રિક

આ પણ વાંચો:  ઘોર કલયુગ: દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકીની લાશને ચીરીને ભૂવાએ કરી તાંત્રિક વિધી