Sports News : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તેની બધી મેચો રોહિત શર્માના નેતૃત્વમાં દુબઈના મેદાન પર હાઇબ્રિડ મોડેલ હેઠળ રમી રહી છે. જેમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે પરંતુ ભારતે સુરક્ષા કારણોસર ત્યાં રમવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ભારત દ્વારા તે જ સ્થળે રમવા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જેમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇક આથર્ટન અને નાસીર હુસૈને દુબઈમાં રોહિત બ્રિગેડના રમવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. બીજીતરફ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર હવે પોતાના હૃદયમાં પીડા અનુભવી રહ્યા છે. તેમણે કટાક્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીને એક અનોખી ટુર્નામેન્ટ ગણાવી છે.
જોસ બટલરે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “ના, મને લાગે છે કે આ પહેલેથી જ એક અનોખી ટુર્નામેન્ટ છે, ખરું ને? અહીં એક ટીમ (ભારત) બીજા સ્થાને રમી રહી છે, જોકે મને હાલમાં તેના વિશે બહુ ચિંતા નથી. મારું સંપૂર્ણ ધ્યાન આજે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચ માટે સારી તૈયારી કરવા પર છે. ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટકરાશે. ગ્રુપ-બીનો ભાગ બનેલી બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીતની શોધમાં છે. તે જ સમયે, ગ્રુપ-એમાં સમાવિષ્ટ ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન રમી રહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પણ દુબઈમાં ભારતની રમત અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમનું માનવું છે કે ભારતને દુબઈના એક સ્થળે રમવાનો ફાયદો મળી રહ્યો છે જ્યારે અન્ય ટીમોને હાઇબ્રિડ મોડેલ પર રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના અલગ અલગ સ્થળોએ તેમના ગ્રુપ સ્ટેજ મેચ રમવા પડે છે.
“ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તે ખૂબ જ સારી વાત છે, પરંતુ દેખીતી રીતે તે તેમને (ભારતને) એક જ મેદાન પર રમવાનો મોટો ફાયદો આપે છે,” કમિન્સે યાહૂ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું. તેમની ટીમ પહેલેથી જ ખૂબ જ મજબૂત છે અને તેમને તેમની બધી મેચ એક જ સ્થળે રમવાનો સ્પષ્ટ ફાયદો છે.
આ પણ વાંચો: IND vs PAK LIVE: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો પાક. સામે 6 વિકેટે ભવ્ય વિજય, કોહલીની અણનમ સદી
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે હાઈ વોલ્ટેજ મુકાબલો, કોહલી કે બાબર…કોનું પલડું રહેશે ભારે
આ પણ વાંચો: ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પાક. વિરુદ્ધ રમવા ઉત્સાહિત, મુશ્કેલીના મુકાબલામાં પાકિસ્તાન ટીમ
