National News: ચૂંટણી પંચમાં મતદાર યાદીના વાર્ષિક રિવિઝનને લઈને મતભેદના અહેવાલો વચ્ચે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવા મતદારોના નામ મતદાર યાદીમાં સમયસર ઉમેરવાની પ્રક્રિયા ચર્ચામાં આવી છે.
અહેવાલ મુજબ, 2026-27 માટેની વાર્ષિક સારાંશ વિશેષ પુનરાવર્તન એટલે કે SSRની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી અને તેની સામાન્ય મે-જૂનની સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ છે.

SSR પ્રક્રિયા કેમ મહત્વની છે?
મતદાર યાદીની SSR પ્રક્રિયા દરમિયાન નવી નોંધણી, નામમાં સુધારા અને મતદાર યાદીને(Election Commission) અપડેટ કરવાની કામગીરી થાય છે. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાઓ માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે.
હાલમાં વર્ષ દરમિયાન ચાર પાત્રતાની તારીખો — 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઑક્ટોબર —ના આધારે પાત્ર વ્યક્તિને મતદાર તરીકે નોંધણી કરવાની તક મળે છે.
તેથી વાર્ષિક રિવિઝન મોડું થાય તો નવી મતદાર યાદીના સમયપત્રક પર પણ અસર પડી શકે છે.
2026-27ની પ્રક્રિયા અટક્યાનો દાવો
અહેવાલ મુજબ, 2024ના ચક્ર બાદ દેશવ્યાપી SSR ફરી શરૂ થઈ નથી. આ દરમિયાન બિહારથી શરૂ થયેલી SIR પ્રક્રિયા અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે.
રિપોર્ટ પ્રમાણે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SSR ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મતદાર યાદીના મેન્યુઅલ મુજબ દર વર્ષે પાત્ર નવા મતદારોને યાદીમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ એવો તેમનો અભિપ્રાય હોવાનું જણાવાયું છે.

CECએ કાનૂની સલાહ લીધી હોવાનો અહેવાલ
મળતા અહેવાલ મુજબ, SIR ચાલી રહી હોવા છતાં SSR જરૂરી છે કે નહીં તે અંગે મુખ્ય ચૂંટણી કમિશનર(Election Commission) જ્ઞાનેશ કુમારે આ વર્ષે કાનૂની સલાહ માંગી હતી.
ત્યારબાદ બંને ચૂંટણી કમિશનરોએ(Election Commission) SSR ફરી શરૂ કરવાની જરૂરિયાત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચનું શું કહેવું છે?
આ સમગ્ર સમયગાળામાં ચૂંટણી પંચે આંતરિક મતભેદના અહેવાલ અંગે કહ્યું છે કે કમિશનના(Election Commission) સભ્યો વચ્ચે અલગ-અલગ અભિપ્રાય હોવા નિર્ણય પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે અને છેલ્લા એક વર્ષમાં લેવાયેલા નિર્ણયો સંપૂર્ણ કમિશનની સર્વસંમતિથી લેવાયા છે.
આ દરમિયાન SSRની સાથે ચૂંટણી પંચના આશરે 50 અધિકારીઓની ACR મંજૂરીમાં પણ વિલંબ થયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. હવે 2026-27ની મતદાર યાદી રિવિઝન અંગે આગામી નિર્ણય પર નજર રહેશે.
આ પણ વાંચો:CEC જ્ઞાનેશ કુમાર ફરી વિવાદના વમળમાં, SIR અને Form-6 મુદ્દે 14 વાંધાનો અહેવાલ
આ પણ વાંચો:SIR પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચમાં 14 વખત વાંધા
આ પણ વાંચો:દિલ્હીમાં SIRની સમયસીમા વધી; હવે 27 ઓક્ટોબરે જાહેર થશે ફાઇનલ વોટર લિસ્ટ
