Congress MP Rahul Gandhi/ રાહુલ ગાંધી અચાનક શ્રમિકો વચ્ચે પહોંચ્યા, ચલાવ્યો પાવડો

કન્સ્ટ્રક્શન સાઈટ પર કેટલાક શ્રમિકો સાથે વાતચીત કરી

Top Stories India

New Delhi News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અચાનક નવી દિલ્હીના જીટીબીનગર પહોંચી રેંકડી-લારી પર છુટક મજૂરી કરનારા શ્રમિકોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે શ્રમિકોની સમસ્યાઓ સાંભળવાની સાથે તેમની સાથે કામ પણ કર્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર રાહુલની મુલાકાતની માહિતી અને તસવીરો શેર કરી છે.રાહુલ ગાંધી સાથે શ્રમિકોની તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, તેઓ લેબર ચોક અને એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કેટલાક શ્રમિકો સાથે વાતચીત કરી તેમની સમસ્યા સાંભળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં રાહુલ શ્રમિકો સાથે પાવડાથી સિમેન્ટ મિલાવતા અને દીવાલ બનાવવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસે રાહુલ ગાંધીની તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે જીટીબીનગરમાં શ્રમિકો સાથે મુલાકાત કરી, તેમની સમસ્યાઓ સાંભળી. આ મહેનતુ શ્રમિકો ભારતની અર્થવ્યવસ્થાના કરોડરજ્જુ છે. તેમના જીવનને સરળ અને સુરક્ષિત કરવાની અમારી જવાબદારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરનાથ યાત્રીઓ માટે પોલીસ અને સેનાના જવાનો બન્યા દેવદૂત, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: લોકસભામાં સંબોધન : ‘યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે’ અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ