Gujarat News/ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પસંદગી ઉતારી,ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડી હતી સીટ

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની સંભાવના

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 03 23T120858.598 વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પસંદગી ઉતારી,ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડી હતી સીટ

 Gujarat News : વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજોવાની છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલીયાને ઉમેદવાર બનાવી પોતાની પસંદગી ઉતારી છે. ભૂપત ભાયાણીએ રાજીનામુ આપ્યા બાદ વિસાવદરની આ બેઠક ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલા જ AAPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયા અને AAPના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જો કે ડિસેમ્બર, 2023માં તેમણે રાજીનામુ ધરી દેતા ફરી વિસાવદર બેઠક ખાલી પડી હતી.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીંયાના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને તેમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે.

છેલ્લા એક દાયકામાં એટલે કે 2014થી 2024 સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણી એમ કુલ 3 ધારાસભ્યોએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હોવાની ઘટના બનવા પામી છે. ત્યારે 10 વર્ષ બાદ ફરી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી સાથે સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે.

વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું?

1995 સ્વ. કેશુભાઈ પટેલ (ભાજપ)
1998 સ્વ. કેશુભાઈ પટેલ (ભાજપ)
2002 કનુભાઈ ભાલાળા (ભાજપ)
2007 કનુભાઈ ભાલાળા (ભાજપ)
2012 સ્વ. કેશુભાઈ પટેલ (જીપીપી)
2014 હર્ષદ રિબડિયા (કોંગ્રેસ)
2017 હર્ષદ રિબડિયા (કોંગ્રેસ)
2022 ભૂપત ભાયાણી (AAP)

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ‘આપ’ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા ઉપર પસંદગી ઉતારી છે. વ્યવસાયે એડવોકેટ એવા ગોપાલભાઈ ઈટાલીયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેસેલો સડો દૂર કરવા ઘણાં વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ખેડૂતોને તેમનો હક અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ગોપાલભાઈ ઈટાલીયા ભજવી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજકેટ-2025ની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાઈ, પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ યોજાશે

આ પણ વાંચો:ગુજકેટની ટિકિટ ઓનલાઇન અપલોડ કરવામાં આવી

આ પણ વાંચો:લેટ ફી સાથે ગુજકેટ અરજીની તારીખ લંબાવવામાં આવી…