Health News: ગરમી (Heat)ને ધ્યાનમાં રાખીને સરકારે ચેતવણી જાહેર કરી છે. સ્વાસ્થ્ય (Health) પર વિશેષ ધ્યાન આપતા ઉનાળામાં ઠંડા પીણાં (Cold Drinks), કેફી પદાર્થો પીવાની ના પાડી છે, તેમજ વધુ પડતી ચા-કોફી પીવાથી પણ દૂર રહેવાનું કહ્યું છે.
એક અંદાજ મુજબ થોડા દિવસોમાં દેશમાં ભયંકર ગરમી પડવાની આગાહી કરાઈ છે. તેના કારણે, સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા વધી શકે છે. આ જોઈને, કેન્દ્ર સરકારે આરોગ્યને સંબંધિત ચેતવણી જાહેર કરી છે. ઉનાળામાં ઠંડા પીણાં સાથે કેફી પીણાં ટાળવાની પણ સલાહ આપી છે. આ પીણાં પીવાથી શરીરમાં પાણી (Water)ની ઉણપ થઇ શકે છે.
ઉનાળામાં ઠંડા પીણાં હાનિકારક છે
ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાં (Cold Drinks) પીવે છે. પરંતુ તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ઠંડા પીણાં જેવા કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (Carbonated Soft drinks) મોટા પ્રમાણમાં જથ્થામાં જોવા મળે છે, જે શરીરમાં પાણીની માત્રાને ખૂબ જ ઝડપથી ઘટાડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં તેને ઉનાળામાં પીવાથી તેની અવળી અસર શરીર પર દેખાવાનું શરુ થાય છે.
ચા અને કોફીની આડ અસરો
ચા (Tea) અને કોફી (Coffee)ના વધુ પડતા સેવન અંગે સાવચેત રહેવું જોઈએ કારણ કે તેમાં કેફીનનું પ્રમાણ વધારે છે. કોફીની 150 મિલી સર્વિંગમાં 80 થી 120 ML કેફીન હોય છે, જ્યારે ચામાં 30 થી 65 ML કેફીન હોય છે. દૈનિક કેફીનનું સેવન 300 ML છે.
સોફ્ટ ડ્રિંક્સ પાણીનો વિકલ્પ નથી
કાર્બોરેટેડ અને નોન-કાર્બોરેટેડ બંને સોફ્ટ ડ્રિંક્સ (Soft Drinks)ને ટાળવા જોઈએ. આ પીણાંમાં ખાંડ, કુદરતી સ્વીટનર્સ, એસિડ હોઈ શકે છે, જે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો નુકસાનકારક બની શકે છે. ઠંડા પીણાં પાણી અથવા તાજા ફળો (Fruits)નો વિકલ્પ નથી, તેથી તેને ટાળો. તમે છાશ, લીંબુ પાણી, ફળોનો રસ (ખાંડ ઉમેર્યા વગર) અને નારિયેળ પાણી લઈ શકો છો.
આ પણ વાંચો:ઠંડા પીણાના વધુ પડતા સેવનથી થઈ શકે છે કેન્સર! સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો:ખાધા પછી કેટલા સમય પછી છાશ પીવી જોઈએ? તેને પીવાનો યોગ્ય સમય અને રીત જાણો
આ પણ વાંચો:ઉનાળામાં આ પીણા પીવા જોઈએ કે નહીં? ICMRની માર્ગદર્શિકા શું કહે છે…