Surat News/ ટ્રમ્પનો ટેરિફ સુરતના હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નાખેલો 50 ટકા ટેરિફ હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે. અમેરિકા ભારત ના જવેલરી ઉદ્યોગ નું મોટુ માર્કેટ ધરાવે છે. ટેરિફ પહેલા ડાયમંડના મળેલા ઓર્ડર હાલમાં પૂર્ણ થયા

Gujarat Top Stories Surat Breaking News

Surat News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નાખેલો 50 ટકા ટેરિફ હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે. અમેરિકા ભારત ના જવેલરી ઉદ્યોગ નું મોટુ માર્કેટ ધરાવે છે. ટેરિફ પહેલા ડાયમંડના મળેલા ઓર્ડર હાલમાં પૂર્ણ થયા, પણ ટેરિફ લાગુ થયા પછી નવા ઓર્ડરોનો પ્રવાહ અટકી ગયો છે. હવે નવા ઓર્ડરો ટેરિફના કારણે અટકી ગયા છે. જો કે ભારતનું પોતાનું માર્કેટ 80 અબજ ડોલરનું છે.

હવે સુરતનો હીરા ઉદ્યોગ ભારતમાં જ તેનો માલ ખપે તેના પર કામ કરશે. ટ્રમ્પે લાદેલા ટેરિફની સૌથી વધુ અસર સેઝ જેવા નોટિફાઇડ ઝોનને થશે. સેઝ ડાયમંડનું ડાયરેક્ટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે. બે મહિના સુધી સ્થિતિ રહી તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ થશે. સેઝ જેવા નોટિફાઇડ ઝોનના કારીગોરો બેરોજગાર થઈ જશે. જીજેઇપીસી દ્વારા સરકારને આ અંગે રજૂ કરવામાં આવી છે. તેઓએ સરકાર પાસે હાલમાં સેઝને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવા મંજૂરી માંગી છે. તેની સાથે તેમણે માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ માંગ્યુ છે.

આ ઉપરાંત હીરાના વેચાણ માટે અન્ય દેશોના માર્કેટો પણ શોધી રહ્યા છે. અમેરિકા ડાયમંડ અને જ્વેલરી માટે સુરતના હીરા ઉદ્યોગનું મોટું માર્કેટ હતું.  વિશ્વના અન્ય દેશોમાં પણ ડાયમંડનો વેપાર પણ મહત્વનો રહેશે. તેથી તેને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત : ઓલપાડ ગ્રામ પંચાયતનો તલાટી અને મહિલા કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજુર થયેલા મકાન સંદર્ભે લાંચ લેતા માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝડપાયો

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો