odisha news/ ઓડિશાની ચકચારી ઘટના : હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાંખતા આંખો ચોંટી

કલેક્ટરે હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે

Top Stories India

Odisha News : ઓડિશામાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. કંધમાલ જિલ્લાના ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. જેમાં 8 વિદ્યાર્થીઓ ઉંઘી રહ્યા હતા ત્યારે કેટલાક સહાધ્યાયીઓએ તેમની આંખમાં ફેવિકિ્િક નાંખી દીધી હતી.જેના કારણે આ વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી, જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલો સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલનો હોવાનું કહેવાય છે. કલેક્ટરે હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.મળતી માહિતી પ્રમાણે કંધમાલ જિલ્લાના ફિરંગિયા તાલુકાના સલાગુડામાં સેવાશ્રમ સ્કૂલ છે. વિદ્યાર્થીઓ અહીં શુક્રવારે મોડી રાત્રે જ્યારે હોસ્ટેલમાં સૂતા હતા, ત્યારે કેટલાક સહાધ્યાયીઓ 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી હતી. જેના કારણે વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી.

આંખો ચોટી જવાના કારણે વિદ્યાર્થીઓ આંખો ખોલી શકતાં ન હતા. જેથી તેમને તાત્કાલિક ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર શરુ કરાવવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યા હાલમાં આ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. ડોક્ટરે પુષ્ટી કરી કે, ફેવીકિક નાખવાથી આંખોને નુકસાન થયું છે. જો કે, સમયસર સારવાર મળતા ગંભીર ઘટનાને રોકી શકવામાં સફળતા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી આજે ‘જ્ઞાન ભારતમ’ પોર્ટલ લોન્ચ કરશે, તે હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન તરફ એક મોટું પગલું લેવાશે !

આ પણ વાંચો:ટ્રમ્પ ભારત સાથે વેપાર વાટાઘાટો માટે તૈયાર, કહ્યું – હું PM મોદી સાથે વાત કરવા આતુર છું

આ પણ વાંચો:GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીનો માન્યો આભાર