- નવસારીના ખેરગામે બે બાળકો તળાવમાં ડૂબ્યા
- તળાવમાં ન્હાવા પડેલ બંને બાળકોના મોત
- તળાવમાં ડૂબતા ૧૨ વર્ષના દક્ષેશ પટેલનું મોત
- ૧૩ વર્ષનો પ્રગ્નેશ પટેલ પણ તળાવના પાણીમાં ગરકાવ
- સ્થાનિક તરવૈયાઓએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા
- પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી
Kheragam:નવસારીના ખેરગામેથી બે બાળકોના ડૂબવાના સમાચાર સામે આવ્યા છે. નવસારી ખેરગામે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ખેરગામે બે બાળકો તળાવમાં ન્હાવવા પડ્યા હતા ત્યારે અચાનક તળાવમાં ગરકાવ થવા લાગ્યા હતા પરતું તે પાણીમાં ડૂબી ગયા હતા. તેમના ડૂબવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. આ અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાએ તળાવમાં ઝંપાલાવ્યું હતું અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા હતા.
(Kheragam)પોલીસના જણાવ્યા અનુસાર નવસારીના ખેરગામમાં બે બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે, આ બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે . આ બે બાળકોમાં એક બાળકનું નામ દશેશ પટેલ છે તેની ઉમર 12 વર્ષની છે. આ ઉપરાંત 13 વર્ષના પ્રગ્નેશ પટેલનું પણ મોત નિપજ્યું છે.સમગ્ર ગામના અરેરાટી ફેલાઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ખેરગામે( Kheragam) બે બાળકો તળાવમાં ન્હાવવા પડ્યા હતા ત્યારે અચાનક તળાવમાં ગરકાવ થવા લાગ્યા હતા પરતું તે પાણીમાં ડૂબી ગયા હતા.
