Not Set/ ગુજરાતમાં લોકડાઉન થશે કે નહીં ?, મુખ્યમંત્રીએ આપ્યા આ સંકેત

ભારતમાં કોરોનાની નવી લહેર આવ્યા બાદ કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે અને દિનપ્રતિદિન કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. આ વણસેલી સ્થિતિમાંથી ગુજરાત રાજ્ય પણ બાકાત નથી,

Top Stories Ahmedabad Gujarat

ભારતમાં કોરોનાની નવી લહેર આવ્યા બાદ કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે અને દિનપ્રતિદિન કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. આ વણસેલી સ્થિતિમાંથી ગુજરાત રાજ્ય પણ બાકાત નથી, ત્યારે હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

આ જ સ્થિતિમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગશે તેવી ચર્ચા શરૂ થઇ હતી. હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યમંત્રી રૂપાણીએ એક મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં કોઇ લોકડાઉન થશે નહીં અને રાજ્યમાં દિવસે કોઇ કર્ફયૂ લગાવવામાં આવશે નહીં. તેઓએ વધુમાં કહ્યું કે, કોરોના વાયરસને લઈ લોકોએ પેનિક થવાની કોઇ જરૂર નથી અને લોકોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન ખુબ જરૂરી છે. આ સાથે સાથે લોકોએ કોરોના સામે લડવા માસ્ક પહેરવું ફરજિયાત છે.

સંક્રમણ ફેલાવાનું કારણ માત્ર ચૂંટણી ન હોવાનો પણ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં પણ સંક્રમણ ફેલાયું છે. આમ કહી કહી ચૂંટણીમાં તમાશો કરનારા રાજકીય પક્ષોનો મુખ્યમંત્રીએ આડકતરો બચાવ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.

ઉલ્લેખનીય છે કે, વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 26,41,905    લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,84,482 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,45,406  લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.