વાવાઝોડું/ તાઉ-તે વાવાઝોડું પહોંચ્યું અમદાવાદ, એકાદ કલાકમાં થશે પસાર

ગઈકાલે રાત્રે દીવ-મહુવા વચ્ચે  દરિયા કાંઠે તાઉ-તે વાવાઝોડું ટકરાયું હતું.  અને ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિતના  વિસ્તારોને ધમરોળી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે હાલમાં વાવાઝોડું અમદાવાદ પહોંચ્યું છે

Top Stories Ahmedabad Gujarat

ગઈકાલે રાત્રે દીવ-મહુવા વચ્ચે  દરિયા કાંઠે તાઉ-તે વાવાઝોડું ટકરાયું હતું.  અને ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિતના  વિસ્તારોને ધમરોળી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે હાલમાં વાવાઝોડું અમદાવાદ પહોંચ્યું છે અને એકાદ કલાકમાં અમદાવાદ ઉપરથી પસાર થશે.  હાલમાં વાવાઝોડાની આંખનો ભાગ અમદાવાદ ઉપરથી પસાર થઇ રહ્યો છે.  જેને લઇ ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે .

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાંજે પાંચ વાગ્યાની આસપાસ તાઉ-તે વાવાઝોડુ  મહેસાણા પહોંચશે પરંતુ અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર એ છે કે વાવાઝોડાની તીવ્રતામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

તાઉ -તે વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે . જેની ગતિ ૧૫૦ થી ૧૭૫ પ્રતિ કલાકની હતી.

ઉલ્લેખનીય છે કે૪ આજે વહેલીસવારથી જ અમદાવાદમાં વાવાઝોડાની અસર દેખાઈ રહી હતી. વહેલીસવાર થી જ અમદાવાદમાં વરસાદી માહોલ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.