Not Set/ દર્દીઓના મોત થવા છતાં પણ વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ધૂળ

 વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર ધુળ ખાઈ રહયા છે. તાલુકામાં વેન્ટિલેટર હોવા છતાં પણ જિલ્લા વહિવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચારેતરફ કોરોના અને કોરોનાથી થતા મોતનું તાંડવ જોવા મળે છે. હાલમાં રાજ્યમાં કોરોના ને લગતી ટેસ્ટીંગ કીટ, દવાઓ, ઇન્જેક્શન, હોસ્પિટલમાં પથારીઓ, ઓક્સિજન વેન્ટિલેટરની  ભારે અછત વર્તાઈ રહી છે. આ અછત વચ્ચે આશ્ચર્ય પમાડે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે લુણાવાડા સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી વેન્ટિલેટર ધુળ ખાઈ રહયા છે.

 વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર ધુળ ખાઈ રહયા છે. તાલુકામાં વેન્ટિલેટર હોવા છતાં પણ જિલ્લા વહિવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

 સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર એ જિલ્લા કલેકટરને આ વેન્ટિલેટર ઓ ઉપયોગમાં લેવા અને દર્દીઓને સારી સમયસર સુવિધા પૂરી પાડવા પત્ર લખ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સતત વધતા રહેતા કોરોના કેસમાં સમયસર સારવાર ન મળતાં દર્દીઓના પ્રતિદિન મોતના આંકડામાં ભારેખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં દર્દીઓના મોત થવા છતાં પણ હજી સુધી આ વેન્ટિલેટર ઉપયોગ ઉપયોગમાં કેમ લેવામાં આવ્યા નથી તેવા સવાલો પણ તેમને ઉઠાવ્યા છે.

 જ્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કે અહીં આઠ જેટલા વેન્ટિલેટર ધુળ ખાઈ રહયા છે તે અંગે જિલ્લા કલેકટર થી લઇ આરોગ્ય વિભાગને પણ આ અંગેની જાણકારી છે, છતાં પણ મૌન સાધીને બેઠા છે.