CM Bhupendra Patel/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર તા. 25 જુલાઈના રોજ બપોરે યોજાશે.

Top Stories Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર તા. 25 જુલાઈના રોજ બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-2024 નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25મી જુલાઈએ યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 25મી જુલાઈના રોજ બપોરે3-30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 25મી જુલાઈના રોજ સવારે 8 થી 11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 3-30 કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પશ્ચિમ રેલ્વેના 12 કર્મચારીઓને લોકોના જીવ બચાવવા માટે કર્યા સન્માનિત

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગર

આ પણ વાંચો: સરકારી નોકરીના બહાને છેતરપિંડી… મંત્રીના PA બનીને 15 લોકો પાસેથી 43 લાખની પડાવ્યા, એક આરોપીની ધરપકડ