Beauty Tips/ જો તમે વારંવાર સેલ્ફી કે ફોટા પડવાની આદત ધરાવતા હોવ તો આ વાંચો

જો તમે વારંવાર સેલ્ફી લેવાના કે ફોટો પડાવવાની આદત ધરાવો છો તો આ આદત તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ત્વચા નિષ્ણાંતોનું માનવુ છે કે…

Fashion & Beauty Lifestyle
સેલ્ફી

જો તમે વારંવાર સેલ્ફી લેવાના કે ફોટો પડાવવાની આદત ધરાવો છો તો આ આદત તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ત્વચા નિષ્ણાંતોનું માનવુ છે કે, ચહેરા પર સતત સ્માર્ટ ફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટીવ રેડિએશનના સ્પર્શથી ત્વચાને નુકશાન થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : શ્રીલંકાનું સૌંદર્ય.. શ્રીલંકન એરલાઇન્સની અદ્ભૂત સેવાઓ સાથે

સેલ્ફી

આ લાઈટના કારણે  વ્યક્તિની ઉંમર વધુ દેખાવી અને ચહેરા પર કરચલી પડવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. નિષ્ણાંત ડોક્ટરોનું કહેવુ છે કે, તેઓ ચહેરા પર સૌથી વધુ પ્રભાવિત ભાગને જોઈને એ પણ બતાવી શકે છે કે વ્યક્તિ કયા હાથમાં સેલફોન પકડવાની આદત ધરાવે છે.

 લંડનના હોર્લો સ્ટ્રિટ સ્થિત લિનીયા સ્કીન ક્લેનિકના મેડિકલ ડાયરેક્ટર સીમૌન જોઆકેઈએ જણાવ્યુ હતું કે,  વધુ પડતી સેલ્ફી લેનાર લોકોને ત્વચાને મોટો ખતરો થઈ શકે છે. સ્માર્ટફોનમાંથી નિકળતી લાઈટ ઈલેક્ટ્રોમેગ્નેટીવ વ્યક્તિની ત્વચા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :જીવનના ખાસ દિવસને પરફેક્ટ બનાવા આટલુ કરો..

તેમણે જણાવ્યુ હતું કે, અનેક લોકોની સમસ્યાના અભ્યાસ બાદ મેં તારણ કાઢ્યુ છે કે ચહેરાને લગતી સમસ્યા માટે  સેલફોનમાંથી નિકળતા કિરણ જવાબદાર છે. આ ઉપરાતં જાણીતા ત્વચા નિષ્ણાંત ડોક્ટર જૈન ઓબાગીએ જણાવ્યુ હતું કે, મારા અનુભવ મુજબ, વધારે પડતી સેલ્ફીના કારણે વ્યક્તિની સ્કીન ડ્રાય બની જાય છે. આ માટે ખાસ રક્ષા ટેકનોલોજી વિકસાવવાની જરુર છે.

વર્તમાન બજારમાં ઉપલબ્ધ સમયમાં સનસ્કિન જેવા ઉપાય આ પ્રકારના મેગ્નેટિક કિરણોને અટકાવવામાં સફળ થતા નથી. જેના કારણે આ કિરણોના કારણે વ્યક્તિની ત્વચામાંથી મૌસચ્યોરાઈઝ ગાયબ થઈ જાય છે.

આ પણ વાંચો : ‘હુલાહૂપ’ શરીર જ નહીં, મગજને પણ સ્ટ્રૉન્ગ કરતી કસરત

આ પણ વાંચો :શિયાળામાં મગફળી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ……

આ પણ વાંચો :જો તમે આ રીતે મગનો હલવો બનાવશો ,તો દરેક વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટતા રહેશે…