Lifestyle/ લીંબુની છાલને ફેંકવા કરતા તેમાં રહેલા પોષક તત્વો અને ઔષધીય ગુણો જે આરોગ્ય માટે અદભૂત ફાયદાઓ આપે છે.જાણો 10 લાભો.

લીંબુનો રસ ખાનપાનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે ઉપરાંત, આહારમાં ગજબનો ટૅસ્ટ પણ ઉમેરે છે. સ્વાદની સાથે સાથે લીંબુમાં પોષક તત્વો પણ ભરપૂ

Lifestyle Tips & Tricks Health & Fitness

મોટાભાગના લોકોને ખાવાપીવાની વસ્તુઓમાં  ઉપરથી લીંબુનો રસ નિચોવવો ખૂબ જ પસંદ હોય છે. લીંબુનો રસ ખાનપાનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે ઉપરાંત, આહારમાં ગજબનો ટૅસ્ટ પણ ઉમેરે છે. સ્વાદની સાથે સાથે લીંબુમાં પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત લીંબુ જ નહિ, એની છાલ પણ સ્વાસ્થ્ય માટે એટલી જ ગુણકારી હોય છે. લીંબુની માફક જ એના છોતરાં પણ પોષણથી ભરપૂર હોય છે, જે તમારી તંદુરસ્તીમાં એવો ચમત્કાર કરશે, જેની તમે કલ્પના સુધ્ધાં નહિ કરી હોય!

વિટામિનની પ્રચૂર માત્રા

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે, ખાસ કરીને વિટામિન સી અને વિટામિન ઍ. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા અને શરીરને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.

ઍન્ટીઑક્સિડન્ટથી ભરપૂર

લીંબુની છાલમાં ફ્લેવૉનોઇડ્સ, ડી-લિમોનૅન અને અન્ય કેટલાક શક્તિશાળી ઍન્ટીઑક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રૅડિકલ્સ સામે લડે છે તથા ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડે છે.

ઑરલ હેલ્થને સપોર્ટ કરે છે

લીંબુની છાલમાં ઍન્ટીબૅક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં હોય છે,. જેના લીધે લીંબુના છોતરાં તમારી ઑરલ હેલ્થને સુધારે છે. તે અવાળાનાં ઇન્ફેક્શન, શ્વાસની દુર્ગંધ તથા દાંતોમાં થતો સડો રોકવામાં મદદરૂપ થઇ શકે છે.

પાચનને સુધારે છે

લીંબુની છાલમાં પૅક્ટિન જેવું ફાઇબર હોય છે, જે તમારી પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે, કબજીયાતને અટકાવી તંદુરસ્તીમાં વધારો કરે છે.

હાર્ટ હૅલ્થને કરે છે મજબૂત

લીંબુની છાલ ફ્લૅવોનૉઇડ્સ અને પોટેશિયમ ધરાવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં, કૉલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં અને હાર્ટ સંબંધિત બિમારીઓનું જોખમ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

સ્કિનને રાખે છે તંદુરસ્ત

લીંબુની છાલમાં પણ લીંબુની જેમ જ વિટામિન સી અને સાઇટ્રિક ઍસિડ હોય છે, જે સ્કિનને ચમકીલી બનાવવામાં, ચહેરાના ખીલ ઓછા કરવામાં અને ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

વજન જાળવી રાખવામાં મદદરૂપ

લીંબુની છાલમાં પૉલીફૅનૉલની હાજરી હોય છે જે વધારાની ચરબીને બાળીને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

શરીરને કરે છે ડિટૉક્સ

લીંબુની છાલ શરીરના ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. તે શરીરને કુદરતી રીતે જ ડિટૉક્સ કરીને લિવરની હૅલ્થને સપોર્ટ કરે છે, અને સર્વાંગે સ્વાસ્થ્યને સારુ બનાવે છે.

ઇન્ફેક્શન સામે લડત આપે છે                 

ઍન્ટીમાઇક્રોબિયલ અને ઍન્ટીફંગલ ગુણોથી ભરપૂર લીંબુની છાલ બૅક્ટેરિયા અને ફૂગથી થતા શારીરિક ઇન્ફેક્શન સામે લડત આપવામાં  મદદરૂપ બની શકે છે.

કેન્સરનું જોખમ ઓછું કરે છે

કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે લીંબુની છાલમાં ડી-લિમોનૅન જેવા કમ્પાઉન્ડ્સ હોય છે, જેમાં કેન્સર સામે લડવાના ગુણો હોઇ શકે છે, અને તે કેન્સરના કોષોનું પ્રોડક્શન ધીમુ કરવામાં મદદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક

આ પણ વાંચો:ચિયા બીજ ખાતી વખતે સાવધાન થઈ જજો સાવધાન, કારણ જાણી ચોંકી જશો!

આ પણ વાંચો: આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક