Health Tips/ હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ કેટલી એક્સર્સાઈઝ કરવી જોઇએ? જાણો હાર્ટ નિષ્ણાત પાસેથી…

હાર્ટ હૅલ્થ (Heart Health) માટે ઘણી જ વધારે કસરત કરવા કરતા નિયમિત રીતે એક્ટિવ રહેવું વધુ જરુરી છે. દરરોજ 30 મિનિટની વૉકિંગ પણ લાંબા સમયે ઘણો ફાયદો…

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Health Tips: નિષ્ણાત તબીબના મતે, હૃદયને સ્વસ્થ રાખવા (Heart Health) માટે નિયમિત ફિઝીકલ એક્સર્સાઇઝ અત્યંત આવશ્યક છે. સામાન્ય રીતે એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ ઓછામાં ઓછી 150 મિનિટની એક્સર્સાઇઝ અઠવાડિયામાં કરવી જોઇએ.

આજના સમયમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. કેવળ વૃદ્ધ જ નહિં પરંતુ યંગસ્ટર્સ અને અમુક કેસમાં તો બાળકો પણ Heart Attackના શિકાર બની રહ્યાં છે! આનું સૌથી મોટું કારણ છે અયોગ્ય લાઇફસ્ટાઇલ, ખોટી ખાણી-પીણી અને શારિરીક પ્રવૃત્તિની ઉણપ! પરંતુ ઘણા લોકોના મનમાં એવો સવાલ ઉઠતો હશે કે હાર્ટને હૅલ્ધી રાખવા માટે દરરોજ કેટલો વ્યાયામ કરવો જોઇએ? હાર્ટને હૅલ્ધી રાખવા માટે દરરોજ કેટલી એક્સર્સાઈઝ કરવી જોઇએ એ વિશે પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ તબીબે વિગતવાર જણાવ્યું છે.

Heart Health and Exercise
Heart Health and Exercise

હાર્ટ હૅલ્થ માટે કેટલો વ્યાયામ જરુરી? (Heart Health and Exercise)

નિષ્ણાત તબીબના મતે, હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત ફિઝીકલ એક્સર્સાઇઝ (Physical Exercise) અત્યંત આવશ્યક છે. સામાન્ય રીતે એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ ઓછામાં ઓછી 150 મિનિટની એક્સર્સાઇઝ અઠવાડિયામાં કરવી જોઇએ. આનો અર્થ એ થયો કે 5 દિવસ સુધી દરરોજની લગભગ 30 મિનિટ કસરત તો થવી જ જોઈએ. અને જો સમય મળે તો અઠવાડિયે 300 મિનિટ જેટલી કસરત કરી શકાય છે. આમાં ફાસ્ટ ચાલવું, સાયકલ ચલાવવી, ડાન્સ કરવો અથવા હળવી જૉગિંગ (Fast walking, cycling, dancing or light jogging) કરવા જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કસરત થરુ કરવાના પ્રારંભિક તબક્કામાં દરરોજ 20-30 મિનિટ સુધી ફાસ્ટ વૉક એક ઉત્તમ ઑપ્શન છે. લાંબા સમય સુધી સતત બેસી રહેવાના બદલે વચ્ચે-વચ્ચે ઉઠીને થોડી મિનિટ ચાલવું પણ ફાયદાકારક છે.

આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું

કેવળ વ્યાયામની અવધિ જ નહિં પરંતુ એની નિયમિતતા પણ જરુરી છે. સપ્તાહમાં 2 દિવસ હળવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરી શકાય છે કારણ કે એનાથી માંસપેશીઓ મજબૂત રહે છે. શરીર પણ ઓવરઑલ ફિટ રહે છે. જો કોઈ વ્યક્તિને અગાઉથી જ હૃદયરોગ, શ્વાસ ફૂલવાની સમસ્યા, છાતીમાં દર્દ, ડાયાબિટીસ કે હાઈ બીપીની તકલીફ હોય તો એક્સર્સાઇઝ શરુ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

વ્યાયામ કરતી વખતે તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લેવી
વ્યાયામ કરતી વખતે તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લેવી

વ્યાયામ કરતી વખતે જે છાતીમાં પીડા, અસાધારણ રીતે શ્વાસ ફૂલવો, ચક્કર આવવા અથવા નબળાઈ મહેસૂસ થાય તો સત્વરે તબીબની સલાહ લેવી જોઇએ. સૌથી મહત્વની બાબત એ છે કે હાર્ટ હૅલ્થ માટે ઘણી જ વધારે કસરત કરવા કરતા નિયમિત રીતે એક્ટિવ રહેવું વધુ જરુરી છે. દરરોજની 30 મિનિટની વૉકિંગ પણ લાંબા સમયે ઘણો ફાયદો આપી શકે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.

હૃદયને સ્વસ્થ રાખવા,Heart Health,હાર્ટ એટેક,Heart Attack,Physical Exercise,કસરત,ફાસ્ટ ચાલવું, સાયકલ ચલાવવી, ડાન્સ કરવો અથવા હળવી જૉગિંગ ,Fast walking, cycling, dancing or light jogging,વ્યાયામ ,સ્ટ્રેન્થ ટ્રેનિંગ ,હૃદયરોગ, 


આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ એટૅકનું જોખમ…બ્લડ શુગર વધે તો મળશે સંકેત…થઇ જવું સાવધાન!

આ પણ વાંચો: અનિયમિત ઊંઘની આદત હાર્ટ એટેકનું જોખમ વધારશે: જાણો ડૉક્ટરની ચેતવણી

આ પણ વાંચો: તમારું હૃદય અને પાચન બંને રહેશે ટિપ-ટોપ! બસ ખોરાકમાં ઉમેરો આ 5 ફાઇબરથી ભરપૂર ચીજો, બીમારીઓ રહેશે દૂર