ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એ બી ડિવિલિયર્સે વધુ એકવાર ક્રિકેટના મેદાનમાં પોતાની તૂફાની બેટિંગનો પરચો બતાવ્યો છે.
સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી ડોમેસ્ટિક ટી-૨૦ લીગમાં પણ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું છે.
દુનિયાભરમાં મિ. ૩૬૦ તરીકે ઓળખાતા ડિવિલિયર્સે અંદાજે ૬ મહિના પછી મેદાનમાં પાછા ફર્યા છે અને પ્રથમ મેચમાં જ સિક્સરોની રમઝટ બોલાવતા તૂફાની ફિફ્ટી ફટકારી છે.
ડોમેસ્ટિક ટી-૨૦ લીગમાં તશ્વાને સ્પોર્ટ્સ તરફથી રમતા ડિવિલિયર્સે માત્ર ૩૦ બોલમાં ૫૯ રન ફટકાર્યા હતા. ૫૯ રનની આ ઇનિંગ્સમાં તેઓએ ૫ સિક્સર ફટકારી હતી.
આ તૂફાની ઇનિગ્સ સાથે જ તેઓએ છક્કા ફટકારવાનો એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ ઉપરાંત અભ્યાસ મેચ પહેલા પણ એ બી ડિવિલિયર્સે માત્ર ૩૧ બોલમાં ૯૩ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
આ આફ્રિકન તૂફાની બેટ્સમેને આ સાથે જ ટી-૨૦ ક્રિકેટમાં ૩૦૦ સિક્સર ફટકારનાર પ્રથમ દક્ષિણ આફ્રિકન ખેલાડી બની ગયો છે. જો કે વર્લ્ડ ક્રિકેટમાં ડિવિલિયર્સ નવમાં સ્થાને છે.
જો કે તશ્વાને સ્પોર્ટ્સ ટીમ કેપટાઉન બ્લિટ્ઝ દ્વારા આપવામાં આવેલા ૧૮૧ રનના ટાર્ગેટ સામે માત્ર ૧૩૧ રન પર જ સમેટાઈ હતી અને ૪૯ રનથી મેચ હારી હતી.
