Not Set/ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ફરેડા ગામ સંપર્ક વિહોણું

ગીરગઢડામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રુપેણ નદીમાં પૂર આવ્યા હતાં. પૂર આવતાં ગામમાં પાણી ફરી વળ્યા હતાં જેને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યુ હતું. ગામના લોકોને તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ મળી હોવાનું જાણવા મળ્યુ નથી. રાજકોટ રાજકોટ ગોંડલના ગામડાઓમાં વરસાદ વિના પણ નદીઓ બે કાંઠે વહી રહી છે, ઉપરવાસમાં પડેલા ભારે […]

Top Stories Gujarat Trending
live rathyatra 14 દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ફરેડા ગામ સંપર્ક વિહોણું

ગીરગઢડામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રુપેણ નદીમાં પૂર આવ્યા હતાં. પૂર આવતાં ગામમાં પાણી ફરી વળ્યા હતાં જેને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યુ હતું. ગામના લોકોને તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ મળી હોવાનું જાણવા મળ્યુ નથી.

રાજકોટ

રાજકોટ ગોંડલના ગામડાઓમાં વરસાદ વિના પણ નદીઓ બે કાંઠે વહી રહી છે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે

દેરડી(કુંભાજી)ની કોલપરી,રાણસીકીની કમોતડી નદીમાં પુર આવવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટની રાવણાની રાવણી અને પાટખિલોરીની બાંભણીયાની નદીમાં પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે..

live rathyatra 15 દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ફરેડા ગામ સંપર્ક વિહોણું

કેશોદ

કેશોદના બાલાગામ પાસે નદીનો પાળો તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે મોટાભાગનો ખરીફ પાક ધોવાઇ ગયો છે. ખેતરો બેટમાં ફેવાઈ ગયા છે.

કેશોદના બાલાગામમાં નદીનો પાળો તુટતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા પાક ધોવાઇ જતા સદંતર નિષ્ફળ બની ગયો હતો.

ઉલ્લેખનિય છે કે કેશોદ પંથકમાં વરસાદને પગલે સ્થાનિક લોકોને પારાવાર મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બાલાગામમાં બોરિયા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા ખેડૂતોને બેવડો માર સહન કરવો પડ્યો હતો.

live rathyatra 16 દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ફરેડા ગામ સંપર્ક વિહોણું

સુરત,

સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઓલપાડ,માંગરોળ,કોસંબામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મુખ્યમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

રસ્તાઓ પરના ખાડામાં પાણી ભરાઇ જવાને લીધે તળાવો નિર્માણ પામવા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

વરસાદી પાણીના નિકાલના અભાવે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..તો ખેડૂતોના આશીર્વાદ સમાન કીમ નદીમાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવાનીરનો ઉમેરો થયો હતો. કિમ નદીમાં નવાનીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

live rathyatra 17 દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ફરેડા ગામ સંપર્ક વિહોણું