Bollywood Masala/ રાખી સાવંતે પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, મુંબઈ પોલીસે આદિલ દુર્રાનીની અટકાયત

ડ્રામા ક્વીન રાખી સાવંતે તેના પતિ આદિલ દુર્રાની વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે તેના પૈસા અને ઘરેણાં પડાવી લીધા છે.

Trending Entertainment
રાખી સાવંતે

અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં તેની માતાનું નિધન થયું હતું. જે બાદ હવે તેના પતિએ તેની સાથે દગો કર્યો અને બીજી કોઈ છોકરી માટે તેને છોડી દીધી. આટલું જ નહીં, આદિલે તેના લગ્નને સ્વીકારવાની પણ ના પાડી દીધી છે. હવે રાખી સાવંતે આદિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના પછી મુંબઈ પોલીસે આદિલની ધરપકડ કરી છે.

જી હા! ડ્રામા ક્વીન રાખી સાવંતે તેના પતિ આદિલ દુર્રાની વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે તેના પૈસા અને ઘરેણાં પડાવી લીધા છે. પોલીસે આદિલ દુર્રાની વિરુદ્ધ આઈપીસીની કલમ 406 અને 420 હેઠળ એફઆઈઆર નોંધી છે. મુંબઈ પોલીસે આદિલ દુર્રાનીની અટકાયત કરી છે.

આપને જણાવી દઈએ કે રાખી સાવંત ફરી એકવાર પોતાના લગ્નને લઈને ચર્ચામાં આવી છે. રાખીએ થોડા દિવસ પહેલા પતિ આદિલ ખાનની ગર્લફ્રેન્ડનું નામ જાહેર કર્યું હતું. જે બાદ આદિલે પણ એક વીડિયોમાં રાખીના તમામ આરોપોના જવાબ આપ્યા હતા, પરંતુ તેની રાખી પર કોઈ ખાસ અસર થઈ ન હતી. ફરી એકવાર રાખીએ તેના પતિ આદિલની ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. રાખી મીડિયા અને પાપારાઝીની સામે પતિ વિશે નિવેદન આપતી રહે છે.

આ પહેલા પણ એક વખત જ્યારે રાખી સાવંતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે આદિલે આ લગ્નથી મોં ફેરવી લીધું હતું. પરંતુ થોડા દિવસો પછી તે રાખી સાથે દેખાયો અને બંનેએ કહ્યું કે હવે બધું બરાબર છે. રાખીની માતાના મૃત્યુના એક દિવસ પહેલા જ આદિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પરંતુ પછી અચાનક તેમના અલગ થવાના સમાચાર સામે આવ્યા.

આ પણ વાંચો: ‘બેશરમ રંગ’ વિવાદ અને બોયકોટ બોલિવૂડના ટ્રેન્ડ પર યોગી આદિત્યનાથની સૂચના, કહ્યું- નિર્દેશકોએ પણ…

આ પણ વાંચો:દિલ્હીમાં અનુપમ ખેર સાથે બની એવી ઘટના, ડ્રાઈવરની ભૂલને કારણે અભિનેતાએ કરી ઓટોરિક્ષાની સવારી

આ પણ વાંચો:જાણતા નથી કેટલી મોટી પાગલ છું, હું ઘરમાં ઘુસીને મારીશ… નવી પોસ્ટમાં કંગના રનૌતે કોને આપી ધમકી?