Not Set/ ભુજ કોલેજમાં છોકરીઓનાં આતંરિક કપડા ઉતરાવવા મામલે CM રૂપાણી એક્શનનાં મુડમાં, કહ્યું- કડક કાર્યવાહી કરાશે

ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ છાત્રાલયમાં 68 છોકરીઓનાં આંતરિક કપડા ઉતારવાનાં મામલે મુખ્યમંત્રીએ નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે કહ્યું, ‘ત્યાં જે કંઈ પણ થયું, સરકારે તે ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે. ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવા ઓર્ડર અપાયા છે. ગઈકાલે તેની એફઆઈઆર પણ નોંધાઈ હતી. ઉપરોક્ત હોસ્ટેલમાં રહેતી યુવતીઓએ તેમની […]

Top Stories Gujarat Others
CM Rupani for Bhuj ભુજ કોલેજમાં છોકરીઓનાં આતંરિક કપડા ઉતરાવવા મામલે CM રૂપાણી એક્શનનાં મુડમાં, કહ્યું- કડક કાર્યવાહી કરાશે

ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ છાત્રાલયમાં 68 છોકરીઓનાં આંતરિક કપડા ઉતારવાનાં મામલે મુખ્યમંત્રીએ નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે કહ્યું, ‘ત્યાં જે કંઈ પણ થયું, સરકારે તે ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે. ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવા ઓર્ડર અપાયા છે. ગઈકાલે તેની એફઆઈઆર પણ નોંધાઈ હતી.

ઉપરોક્ત હોસ્ટેલમાં રહેતી યુવતીઓએ તેમની સાથે થયેલા ગેરવર્તન અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે વોર્ડન અને આચાર્યએ અમને (68 વિદ્યાર્થીઓને) એક લાઇનમાં ઉભા રાખીને અપમાનિત કર્યા. આંતરિક કપડા કાટીને તપાસ કરવામાં આવી હતી. કથિત રીતે આવુ એટલા માટે કરવામાં આવ્યુ, જેથી એ ખબર પડી શકે કે તે માસિક ધર્મમાં છે. વિદ્યાર્થીઓનાં સામુહિક વિરોધની તસવીરો સામે આવ્યા બાદ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો હવે કોલેજ વહીવટને લઇને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

સહજાનંદ ગર્લ્સ કોલેજનાં ડીન દર્શના ધોળકિયાએ આ મામલે સ્પષ્ટતા કરી છે. દર્શના ધોળકિયાએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે ઇનરવિયર કાઠવાનો મામલો હોસ્ટેલનો છે અને તેનો કોલેજ અથવા યુનિવર્સિટી સાથે કોઈ લેવાદેવા નથી. જે બન્યું તે છોકરીઓની ઇચ્છા પ્રમાણે થયું છે. કોઈએ કોઈનાં પર પણ દબાણ કર્યું ન હોતુ, ન કોઈ તેમને સ્પર્શ કર્યા. જોકે, આ કેસની તપાસ શરૂ થઈ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.