Not Set/ AMCની ચૂંટણી પાછી ઠેલાઇ તેમા કોંગ્રેસ-ભાજપને આ કારણે છે વિશેષ રસ….

હાલ તો ચૂંટણી પંચ અને સરકારનાં આદેશને કારણે AMCની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરફથી તેનો વિરોધ કરાઇ રહ્યો નથી તો બીજી તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ નિર્ણયને મૂકસંમતિ અપાઇ છે. એવી પણ ચર્ચા છે કે, અમદાવાદ શહેરના ભાજપના કેટલાંક આગેવાનોએ પણ ચૂંટણી પાછી […]

Ahmedabad Gujarat
34c9201ba2d32d3cfb667f111423d6bb AMCની ચૂંટણી પાછી ઠેલાઇ તેમા કોંગ્રેસ-ભાજપને આ કારણે છે વિશેષ રસ....
34c9201ba2d32d3cfb667f111423d6bb AMCની ચૂંટણી પાછી ઠેલાઇ તેમા કોંગ્રેસ-ભાજપને આ કારણે છે વિશેષ રસ....

હાલ તો ચૂંટણી પંચ અને સરકારનાં આદેશને કારણે AMCની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરફથી તેનો વિરોધ કરાઇ રહ્યો નથી તો બીજી તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ નિર્ણયને મૂકસંમતિ અપાઇ છે. એવી પણ ચર્ચા છે કે, અમદાવાદ શહેરના ભાજપના કેટલાંક આગેવાનોએ પણ ચૂંટણી પાછી ઠેલાય તેવી રજૂઆતો છેક ઉપર સુધી કરી હતી. તમામનાં પોત પોતાનાં ગણિત છે અને જો આ ગણિત પર નજર કરવામાં આવે તો….

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ કોરોનાના સંક્રમણના કાળમાં અમદાવાદ જેવા શહેરમાં ભદ્ર વર્ગ એટલે કે, એલિટ ક્લાસ અને અપર મિડલ ક્લાસ જો વોટિંગ કરવાથી મોઢુ ફેરવે તો, ભાજપને ભારે પડી શકે છે. અને મોટું નુકસાન વેઠવાનો વારો પણ ભાજપને આવી શકે છે. બિલકુલ આવા સમય – સંજોગોમાં ચૂંટણી પાછી ઠેલાઇ છે જેનો સૌથી વધુ ફાયદો સત્તાધારી પક્ષ ભાજપને થશે.

રાજકીય તજજ્ઞો એવું પણ માને છે કે, કોરોના સંક્રમણના કારણે મોટા વિકાસના કામો ઉપર અસર પડી છે, તેવા સંજોગોમાં વહીવટદાર નીમીને વિકાસના કામોને પાટા ઉપર લવાશે. ફરી ચૂંટણીનું નોટિફિકેશન આવે તે પહેલાં મોટા વિકાસના કામો પૂર્ણ કરીને લોકાર્પણ કરીને શહેરીજનોમાં એક વિકાસનો વિશ્વાસ પેદા કરાશે. બીજી તરફ AMCમાં વિપક્ષના નેતા બદલવાની મોટી બબાલ કોંગ્રેસમાં ચાલી રહી છે.

સાથે સાથે આવા સંજોગોમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો જંગ છેડાયો છે. વિપક્ષના નેતા બદલાય કે ન બદલાય પણ કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે અપેક્ષા પ્રમાણે મોટો બળવો થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાય તેમાં કોંગ્રેસના કેટલાંક નેતાઓને પણ રસ છે. વળીકોંગ્રેસના આગેવાનો સુપ્રીમ કોર્ટમાં એક વોર્ડ એક કોર્પોરેટરની પિટિશન ચાલી રહી છે તેની ઉપર મીટ માંડીને બેઠા છે તેવા સંજોગોમાં જો ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઇ જાય પછી એક વોર્ડ એક કોર્પોરેટરનો ચુકાદો આવે તો તેનો અમલ પાંચ વર્ષ પછી થઇ શકે તેમ છે. આમ ચૂંટણી ટળે અને કોંગ્રેસના પક્ષમાં ચુકાદો આવે તેવી આશા કોંગ્રેસના નેતાઓને છે. આથી, ચૂંટણી પાછી ઠેલાઇ તેથી કેટલાંક કોંગ્રેસના નેતાઓ પણ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….